Gujarati Video: સુરતમાં માનસિક અસ્થિર યુવકનો બ્રિજની પાળી ઉપર ચાલતો વીડિયો વાયરલ
19 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બ્રિજની પાળી પર જોખમી રીતે ચાલી રહ્યો છે જ્યારે બ્રિજની નીચે વાહનોની અવર જવર થઈ રહી છે. અહીં થોડીક પણ ભૂલ કે બેદરકારી યુવકને ભારે પડી શકે તેમ હતી જો યુવક અકસ્માતે નીચે પટકાતે તો તેને ગંભીર ઇજાઓ થવાની પણ શકયતા રહેલી હતી.
સુરતમાં બ્રિજ પર ચાલીને સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. યુવક બ્રિજની પાળી પર ચાલી રહ્યો હતો, આ દરમ્યાન કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો હતો અને હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવક જે રીતે જોખમી રીતે બ્રિજની પાળી પર ચાલી રહ્યો છે તે જોતા લાગે છે કે જો તે અકસ્માતે નીચે પટકાય તો દુર્ઘટના થવાની પણ શકયતા હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારના નામે આ વીડિયો વાયરલ થયો છે અને વીડિયોમાં દેખાતો યુવક કોણ છે અને તે સ્ટંટ કરી રહ્યો છે કે પછી રિલ્સ બનાવી રહ્યો હતો તે કોઈ માહિતી સામે આવી ન હતી, પરંતુ જે રીતે તે બ્રિજની પાળી પર ચાલી રહ્યો છે તે ખૂબ જ જોખમી હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
19 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બ્રિજની પાળી પર જોખમી રીતે ચાલી રહ્યો છે જ્યારે બ્રિજની નીચે વાહનોની અવર જવર થઈ રહી છે. અહીં થોડીક પણ ભૂલ કે બેદરકારી યુવકને ભારે પડી શકે તેમ હતી જો યુવક અકસ્માતે નીચે પટકાતે તો તેને ગંભીર ઇજાઓ થવાની પણ શકયતા રહેલી હતી. ત્યારે યુવક બ્રિજની પાળી પર જે રીતે બ્રિજ ની પાળી પર ચાલી રહ્યો છે તે જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
