Gujarati video: છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં ગાબડુ, રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો આક્ષેપ
શિયાળમાં કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો ઉનાળામાં પાણી મળશે અને સારો પાક થશે તેવી આશા સેવીને બેઠા હતા, પણ તેમની આ આશા પર જાણે પાણી ફરી વળ્યું છે.
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા રામપુરી ગામમાંથી નર્મદાની માઈનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં હાલ પાણી તો છોડવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને તેનો યોગ્ય લાભ નથી મળી રહ્યો, કારણકે કેનાલમાં ગાબડું પડવાને કારણે હજારો લિટર પાણી કોતરોમાં વહી જાય છે.
શિયાળમાં કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો ઉનાળામાં પાણી મળશે અને સારો પાક થશે તેવી આશા સેવીને બેઠા હતા, પણ તેમની આ આશા પર જાણે પાણી ફરી વળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે સ્થાનિક તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ આવે છે અને જોઈને જતા રહે છે . નક્કર કામગીરી કરવામાં કોઈ અધિકારીને રસ ન હોવાના આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
