આજનું હવામાન : વાવાઝોડાની આગાહી વચ્ચે વધશે ઠંડી ! હવામાન વિભાગે આ વિસ્તારમાં કરી ભારે વરસાદની આગાહી, જુઓ Video
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે ભયજનક આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે ભયજનક આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની છે. આ સિસ્ટમની અસરના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શરૂઆત તો થઇ ગઇ છે. પરંતુ જો વાવાઝોડું બનશે અને આગળ વધશે તો વધુ તબાહી જોવા મળશે.ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકમાં જ નક્કી થશે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં.
જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અંદમાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠે રહેતા માછીમારોને આ સમયગાળા દરમિયાન સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.
જાણો ગુજરાત પર વાવાઝોડાનો કેટલો ખતરો !
તો તમિલનાડુના સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, ઇડુક્કી અને એર્નાકુલમ, આગામી થોડા દિવસો સુધી સતત વરસાદની ચેતવણી આપી છે. કેરળ અને લક્ષદ્વીપ કિનારાના માછીમારોને મંગળવાર સુધી દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જુઓ Video
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં 26 નવેમ્બર સુધી વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે. 24 થી 26 નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં એક કે બે સ્થળોએ 24 કલાકમાં 7 સેમીથી 11 સેમી સુધી વરસાદ થવાની સંભાવના છે.
કડકડતી શિયાળા વચ્ચે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. તો બીજી તરફળ ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર જોવા મળશે. બિહાર અને યુપીથી દિલ્હી, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર સુધી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.
