AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે 17 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે.

Breaking News: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
| Updated on: Jun 19, 2026 | 11:09 AM
Share

ગુજરાતમાં ચોમાસાનું આગમન ભલે હજુ થયુ નથી. જોકે એ પહેલા જ પ્રિમોન્સુન એક્ટિવિટીથી થનારા વરસાદે જમાવટ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે 17 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે.

પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં નોંધાયો છે, જ્યાં 4.57 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ગોધરામાં 3.35 ઇંચ, જાંબુઘોડામાં 3.15 ઇંચ અને શહેરામાં 3.07 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઘોઘંબામાં 2.17 ઇંચ વરસાદ વરસતા જિલ્લામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.

મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. બરવાળામાં 2.76 ઇંચ અને કડીમાં 2.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં 2.09 ઇંચ અને મોરવા હડફમાં 2.01 ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બોડેલીમાં 1.50 ઇંચ અને કોઠંબામાં 1.36 ઇંચ વરસાદ વરસ્યો હતો.

સવારથી જ વરસાદની આક્રમક બેટિંગ

શુક્રવારની સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી હતી. ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં માત્ર બે કલાકમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોધરામાં 2.17 ઇંચ, કાલોલમાં 2.05 ઇંચ અને ઘોઘંબામાં 1.30 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી.

ખેડૂતોમાં ખુશી, તંત્ર એલર્ટ

રાજ્યમાં પડેલા વ્યાપક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદના કારણે ખેતરોમાં પાણીની આવક વધી છે અને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. આ પણ વાંચો- Breaking News : વિશ્વમાં ગુંજ્યો ભારતનો દમ : 62 હજાર ટન LNG લઈને હોર્મુઝ પાર કરી પ્રથમ ભારતીય LNG ટેન્કર “દિશા” દહેજ પહોંચ્યું

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">