Breaking News : આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર ! વન વિભાગે કર્યુ સુરક્ષિત રેસ્ક્યૂ
કાસોર ગામના કોડેર વિસ્તારમાં વિઠ્ઠલ શના પરમાર નામના વ્યક્તિના ઘરની નજીક આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરની લંબાઈ આશરે સાડા નવ ફૂટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. રહેણાક વિસ્તારમાં મગર દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
આણંદ જિલ્લામાં આવેલ સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં રહેણાક વિસ્તારમાં સાડા નવ ફૂટનો મહાકાય મગર દેખાતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. ગામના કોડેર વિસ્તારમાં મગર દેખાતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મગર રહેણાક વિસ્તાર સુધી આવી પહોંચતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.
કાસોર ગામે દેખાયો મહાકાય મગર
મળતી માહિતી મુજબ, કાસોર ગામના કોડેર વિસ્તારમાં વિઠ્ઠલ શના પરમાર નામના વ્યક્તિના ઘરની નજીક આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરની લંબાઈ આશરે સાડા નવ ફૂટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. રહેણાક વિસ્તારમાં મગર દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
વનવિભાગની ટીમે કર્યું રેસ્ક્યૂ
ઘટનાની જાણ થતાં કરમસદ અને સોજીત્રા વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. વન વિભાગની ટીમની ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક અને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયુ હતુ.
રહેણાક વિસ્તારમાં મગર દેખાતાં સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગની સમયસરની કામગીરીને કારણે મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રહેણાક લોકો ચિંતામાં મુકાયા
વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યૂ કર્યા બાદ આસપાસના વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું હતું. ચોમાસા દરમિયાન નદી, તળાવ કે જળાશયોમાંથી મગરો રહેણાક વિસ્તારોમાં આવી પહોંચવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ મગર દેખાય તો તેની નજીક જવાનું કે તેને પકડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
