AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં ઓછા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યુ, ખેડૂતોને ગત વર્ષ કરતા મોટુ નુકસાન જવાની ભીતિ- Video

જુનાગઢમાં ઓછા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યુ, ખેડૂતોને ગત વર્ષ કરતા મોટુ નુકસાન જવાની ભીતિ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2026 | 9:26 PM
Share

જુનાગઢમાં ઓછા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન 50% ઘટ્યું છે, જેના લીધે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં મોટું આર્થિક નુકસાન થયું છે. ઊંચા બજાર ભાવ મળવા છતાં, ઉત્પાદન ઓછું હોવાથી અને જંતુનાશકો-મજૂરીના ખર્ચ વધવાને કારણે ખેડૂતોને ખોટ ગઈ છે.

જુનાગઢમાં આ વર્ષે વરસાદ અત્યંત ઓછો થવાને કારણે મગફળીના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે ખેડૂતો પાસે પાણી હતુ તેમણે આગોતરુ મગફળીનું વાવેતર કર્યુ હતુ અને પાક ઉપાડવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ જેમની પાસે પાણીના સ્ત્રોત નથી તે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. ઓછો વરસાદ થવાને કારણે મગફળીનુ ઉત્પાદન ઘટ્યુ છે. જે ખેડૂતોને એક વિઘા જમીનમાં 20 થી 25 મણનો ઉતારો આવતો હતો તેમને ચાલુ વર્ષે 15 મણનો ઉતારો આવ્યો છે. હાલ ઉત્પાદન ઘટી જતા ખેડૂતોને મોટી ખોટ ગઈ છે.

જો કે APMC માં ખુલ્લી હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, આથી ખેડૂતો મગફળી વેચવા લાગ્યા છે. ખેડૂતોને હાલ મણ મગફળીના 1200 થી 1700 રૂપિયા સુધીના ભાવ મળે છે. ખેડૂતોનું કહેવુ છે કે બજાર ભાવ સારા મળી રહ્ા છે પરંતુ ઉતારો જ નથી. ખેડૂતોનું કહેવુ છે કે ગત વર્ષની સરખામણી એ 50% ઉત્પાદન ઘટી ગયુ છે, ભાવ વધારે છે પરંતુ સામી નુકસાની પણ વધારે છે. ખેડૂતોનું કહેવુ છે કે મોંઘવારીને કારણે જંતુનાશકો, પાણી અને મજૂરીના ભાવ પણ વધી ગયા છે. જેના કારણે ખેડૂતોને પાછળ કંઈ બચતુ નથી. ખેડૂતોએ હાલ સરકાર તરફ સહાયની મીટ માંડી રહ્યા છે.

માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર હાલ મગફળીની બજાર ખૂબ સારી છે. 66 નંબરની મગફળીના 2000 રૂપિયા જોવા મળી રહ્યા છે . જ્યારે 20 નંબર અને 22 નંબર તેમજ 30,32,37,39 જાતની મગફળીના 1200 થી 1500 રૂપિયા ગુણવત્તા અને વેરાયટી મુજબ જોવા મળ્યા છે.

Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં AMC નું પાપ ખુલ્લુ પડ્યુ, ઠેકઠેકાણે ગટરોના ઢાંકણા ખુલ્લા-તૂટેલા જોવા મળ્યા- Video

Published on: Oct 11, 2026 09:25 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">