Marriage in the Sky: અજીબો ગરીબ લગ્ન! લૉકડાઉનથી કંટાળીને આ કપલે આકાશમાં કર્યા લગ્ન

મદુરાઇના રહેવાસી રાકેશ અને દીક્ષાએ પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા કંઈક અલગ જ આઇડિયા લગાવી.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 24, 2021 | 10:44 PM

Marriage in the Sky: દુનિયામાં કોરોનાની મહામારીને કારણે લોકોના ઘણા બધા કામ અટકી ગયા છે. લૉકડાઉન અને પ્રતિબંધો વચ્ચે લોકોને રોજીંદા જીવનના કામકાજ કરવા પણ મુશ્કેલ બની રહ્યા છે. તેવામાં જે લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ છે તે લોકોને તો કોરોનાને કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. કેટલાક લોકોના લગ્ન પણ મુલતવી રાખવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાક એવા પણ લોકો છે જે નવા રસ્તા શોધીને પણ લગ્ન કરી રહ્યા છે. એવો જ એક કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મદુરાઈના રહેવાસી રાકેશ અને દીક્ષાએ પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા કઈંક અલગ જ આઈડિયા લગાવી છે. તમિલનાડુમાં હાલ લૉકડાઉન હોવાથી આ યુગલે ચાર્ટર્ડ વિમાનમાં મદુરાઈ મીનાક્ષી મંદિરની ઉપર ઉડાન ભરી અને હવામાં મંદિરની ઉપર જ તેમણે લગ્નની તમામ વિધિઓ પુરી કરી. આ અનોખા લગ્નની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં તમિલનાડુમાં લૉકડાઉન છે અને કોરોનાના કારણે હાલત બગડતા સરકારે ઘણા પ્રતિબંધો લગાવી દીધા છે. હાલ લગ્નમાં 50 લોકોથી વધુ લોકોને અનુમતિ આપવામાં આવતી નથી એટલે જ રાકેશ અને દીક્ષાએ આકાશમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રવિવારે સવારે સાત વાગ્યે તેમણે લગ્નની ઉડાન ભરી હતી. મદુરાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ્યારે આ વિમાન મીનાક્ષી અમ્મન મંદિરની ઉપર હતુ, ત્યારે બંને લગ્નના તાંતણે બંધાઈ ગયા.

હવે સોશિયલ મીડિયા પર આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. લગ્નન સમારંભની વાયરલ તસવીરોને જોઈને ખબર પડે છે કે જે લોકો આ લગ્નની ઉડાનમાં સામેલ થયા હતા, તેમણે સરખી રીતે માસ્ક પહેર્યુ નહોતું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યુ ન હતુ.

આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના લોકો કહી રહ્યા છે કે કોરોનાના આ કપરાકાળમાં ભવ્ય લગ્ન સમારંભની કોઈ આવશ્યકતા ન હતી. અસમંજસની વાત એ છે કે પોલીસ હવે નિર્ણય નથી લઈ શકતી કે આ મામલે ફરિયાદ શહેરમાં નોંધે કે ગ્રામીણ સીમામાં અધિકારીઓનું કહેવું છે કે આ એક અજીબ ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: ફાંસી પહેલા અજમલ, અફઝલ, યાકુબ અને ધનંજયની શું હતી અંતિમ ઈચ્છા? જાણો વિગત

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">