ફાંસી પહેલા અજમલ, અફઝલ, યાકુબ અને ધનંજયની શું હતી અંતિમ ઈચ્છા? જાણો વિગત

વિચારીને જ કમકમાટી આવી જાય એવા ગુના આચરનારા નરાધમોને ફાંસી તો આપવામાં આવી. પરંતુ શું તમે જાણો છો તેમને ફાંસી પહેલા શું અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી?

ફાંસી પહેલા અજમલ, અફઝલ, યાકુબ અને ધનંજયની શું હતી અંતિમ ઈચ્છા? જાણો વિગત
File Image
Follow Us:
| Updated on: May 24, 2021 | 9:03 PM

તમે ઘણી વાર સાંભળ્યું હશે અને ફિલ્મોમાં પણ જોયું હશે કે ફાંસી પહેલા છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. તમને પણ ક્યારેય પ્રશ્ન થયો હશે કે મોટા ખૂંખાર દોષીઓ કે જેને ભારતમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેમણે છેલ્લી ઈચ્છા તરીકે શું માંગ્યું હશે? તો ચાલો તમને જણાવી દઈએ કે યાકુબ મેમન, અજમલ કસાબ, ધનંજય ચેટર્જી અને અફઝલ ગુરુએ ફાંસી પહેલાં તેમની અંતિમ ઇચ્છા શું કહી હતી?

યાકુબ મેમન

30 જુલાઈ, 2015 ના રોજ, મુંબઈ સિરિયલ બ્લાસ્ટના દોષી યાકુબ મેમનને નાગપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. યાકુબે ફાંસી પહેલાં તેની 21 વર્ષની પુત્રી સાથે વાત કરવાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેની છેલ્લી ઇચ્છાને માન્ય રાખીને જેલ પ્રશાસને તેની પુત્રી સાથે યાકુબની ફોન પર વાત કરાવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ધનંજય ચેટર્જી

14 ઓગસ્ટ 2004 ના રોજ ધનંજય ચેટર્જીને પશ્ચિમ બંગાળની અલીપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેણે કોલકત્તાના ભવાનીપુરના આનંદ અપાર્ટમેન્ટમાં રહેતી નાબાલિક વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી દીધી હતી. આ નિર્દયી હત્યારાને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ધનંજયે તેની આંખો અને કિડની દાન કરવાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે આ ઇચ્છા વિશે તેના પિતા બંશીધર અને ભાઈ વિકાસને જણાવ્યું હતું. જો કે તેની ઈચ્છા પૂર્ણ થઈ શકી નહીં.

અફઝલ ગુરુ

ભારતીય સંસદ પર હુમલો કરવા બદલ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી, 2013 ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેણે તેની અંતિમ ઇચ્છા મુજબ ‘કુરાન’ ની નકલ માંગી હતી. જેલ પ્રશાસને તેની છેલ્લી ઇચ્છા પૂરી કરી હતી.

અજમલ કસાબ

21 નવેમ્બર 2012 ના રોજ મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદી આમિર અજમલ કસાબને પુણેની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. જ્યારે તેને તેની છેલ્લી ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેની કોઈ છેલ્લી ઇચ્છા નથી.

આ પણ વાંચો: ODI માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ, લીસ્ટમાં નથી એક પણ ભારતીય

આ પણ વાંચો: Look A Like: Akshay Kumarનો હમશક્લ સુનીલ ગાવસ્કરનો છે મોટો ચાહક, ફોટો જોઈને તમને થશે આશ્ચર્ય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">