AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: કેરળથી 'મુસ્લિમ લીગ'નો વિસ્ફોટક Video, હિંદુઓને ધમકી આપવાથી સ્થિતિ તંગ? IUML પર શું હતું રાહુલ ગાંધીનું નિવેદન

Kerala: કેરળથી ‘મુસ્લિમ લીગ’નો વિસ્ફોટક Video, હિંદુઓને ધમકી આપવાથી સ્થિતિ તંગ? IUML પર શું હતું રાહુલ ગાંધીનું નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 1:43 PM
Share

થોડા દિવસ પહેલા બેંગલુરૂમાં INDIA ગઠબંધનની બેઠક યોજાઈ હતી ત્યારે IUML બેઠકમાં સામેલ થયા હતા. તમામ વિપક્ષી પાર્ટીની જેમ IUML પણ દેશમાં પ્રેમ અને ભાઈચારાની વાત કરી રહ્યુ હતું.

કેરલમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) કોંગ્રેસની (Congress) સહયોગી પાર્ટી છે. IUML એ INDIA ગઠબંધન સાથે પણ જોડાયેલ છે. થોડા દિવસ પહેલા બેંગલુરૂમાં INDIA ગઠબંધનની બેઠક યોજાઈ હતી ત્યારે IUML બેઠકમાં સામેલ થયા હતા. તમામ વિપક્ષી પાર્ટીની જેમ IUML પણ દેશમાં પ્રેમ અને ભાઈચારાની વાત કરી રહ્યુ હતું. IUML ના યુથ વિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાંધાજનક સૂત્રોચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હિન્દુઓને મંદિરો પર ફાંસી પર લટકાવી દઈશું અને જીવતા સળગાવી દઈશું.

ભાજપના નેતાઓએ આ વીડિયો ટ્વિટ કર્યો

આ પ્રકારના સૂત્રોચારનો દાવો આ વીડિયોમાં કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ આ વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયો કેરલના કાસરગોડનો હોવાનું કહેવાય છે. IUML ના યુથ વિંગના નેતાઓએ મણિપુર હિંસા અને ત્યાંની પરિસ્થિતિના વિરોધમાં રેલી કાઢી હતી. આ રેલીમાં કાર્યકર્તા સૂત્રોચાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Parliament Monsoon Session: મણિપુર મુદ્દે વિરોધ પક્ષો આક્રમક, INDIA ગઠબંધનના સાંસદો કાળા કપડા પહેરીને પહોંચ્યા સંસદ

આ મુદ્દે રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, મુસ્લિમ લીગ એક ધર્મ નિરપેક્ષ પક્ષ છે. મુસ્લિમ લીગ સાથે સાંપ્રદાયિકતા જેવી વાત નથી. રાહુલ ગાંધીએ IUML ને લઈને જે નિવેદન આપ્યું હતું તેના જ યુથ વિંગના સદસ્યોએ કેરલમાં હિન્દુઓને જીવતા સળગાવવાના નારા લગાવ્યા હતા.

આ વીડિયો દ્વારા અમે કોઈપણ સમુદાય વિરુદ્ધ કે કોઈપણ સમુદાયને ભડકાવવાની કોશિશ કરી રહ્યા નથી. જે ઘટના બની છે તે અમે દર્શાવી રહ્યા છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">