Parliament Monsoon Session: મણિપુર મુદ્દે વિરોધ પક્ષો આક્રમક, INDIA ગઠબંધનના સાંસદો કાળા કપડા પહેરીને પહોંચ્યા સંસદ

ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં વિરોધ પક્ષોની એક બેઠક યોજાઈ હતી. જેમાં કઈ રણનીતિની ગૃહમાં આગળ વધી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 17 પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો.

Parliament Monsoon Session: મણિપુર મુદ્દે વિરોધ પક્ષો આક્રમક, INDIA ગઠબંધનના સાંસદો કાળા કપડા પહેરીને પહોંચ્યા સંસદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 12:48 PM

સંસદના ચોમાસુ સત્રમાં (Parliament Monsoon Session) સરકાર સામે વિપક્ષનો પ્રહાર ચાલુ છે. કોંગ્રેસ (Congress) સહિત અન્ય વિરોધ પક્ષો મણિપુર મુદ્દે આક્રમક છે. ગુરુવારે પણ આવું જ જોવા મળ્યું હતું. INDIA ગઠબંધનની પાર્ટીઓના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

બેઠકમાં 17 પક્ષોના સાંસદોએ ભાગ લીધો

ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં વિરોધ પક્ષોની એક બેઠક યોજાઈ હતી. જેમાં કઈ રણનીતિની ગૃહમાં આગળ વધી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 17 પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. મણિપુર મુદ્દે વિપક્ષ ચર્ચા પર અડગ છે અને આ કારણે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

બેઠકમાં આ પક્ષોએ ભાગ લીધો હતો

INC, TMC, DMK, CPI(M), RJD, SP, NCP, SS, AAP, CPI, IUML, RLD, KC(M), JMM, JD(U), RSP, VCK

વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું

સરકાર પર નિશાન સાધતા શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અમે કાળા કપડા પહેરીને વિરોધ કરવા આવ્યા છીએ, આજે સંસદીય લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. PM મણિપુર મુદ્દે પોતાનું મૌન તોડી રહ્યા નથી. સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહી છે. આ સરકાર ગભરાઈ છે.

લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર ગૌરવ ગોગોઈએ PM મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પીએમ મણિપુરના લોકોના જખમો પર મીઠું ભભરાવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે દેશનો કોઈ ભાગ સળગી રહ્યો છે અને વડાપ્રધાન માત્ર ભાષણોમાં વ્યસ્ત છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં ચર્ચા થશે

બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંજૂર કરવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ ગૌરવ ગોગોઈના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા ક્યારે અને કેટલા સમય સુધી થશે તે અંગે ચર્ચા બાદ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષને વારંવાર ચર્ચા કરવા કહ્યું છે.

આ પણ વાંચો : અવિશ્વાસ પ્રસ્તાવ : સૌથી વધુ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રજૂ થયો હતો પ્રસ્તાવ, મનમોહન સિંહ વિરુદ્ધ એક પણ નહીં

જો કે વિપક્ષ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર અડગ હતો. આ જ કારણ હતું કે મણિપુર મુદ્દે ચર્ચા કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ સત્રની શરૂઆત પહેલા જ મણિપુર મુદ્દે નિવેદન આપ્યું હતું અને રાજ્ય સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">