Vadodara: હરણી દુર્ઘટના કાંડમાં મનપા કમિશનરને હાઇકોર્ટે ઠેરવ્યા જવાબદાર, કોર્ટે કર્યો 15 પાનાનો હુકમ, જુઓ Video

|

Jul 09, 2024 | 9:11 PM

હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જો કે, કોર્ટે મનપા કમિશનરને જવાબદારી ઠેરવીને બે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા માટેનો હુંકમ કર્યો છે. 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાઓ મળીને 14ના મોત થયા હતા. હરણી તળાવામાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મનપાએ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે.

વડોદરાના હરણી દુર્ઘટના કાંડમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, વિનોદ રાવ અને એચ.એસ. પટેલને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. 2 મનપા કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. હાઈકોર્ટે 15 પાનાનો હુંકમ પણ કર્યો છે. કવોલીફીકેશન ન હતી તેમ છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા હાઇકોર્ટનો હુકમ કર્યો છે.

વડોદરામાં 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાઓ મળીને 14ના મોત થયા હતા. હરણી તળાવામાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મનપાએ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે. લાયકાત વગરનો બોટ ચાલક અને અપુરતા બચાવવાના સાધનોના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. 12 માસુમો અને 2 શિક્ષિકાઓની જળસમાધીની અત્યંત કરૃણ દુર્ઘટના બની હતી. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુના માગ- જુઓ Video

Published On - 8:56 pm, Tue, 9 July 24

Next Video