ઉત્તરકાશી: પુષ્કર સિંહ ધામીએ 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનને લઈ આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
ગઈકાલે રાત્રે બંધ કરાયેલી વર્ટીકલ ડ્રિલિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે અને જરૂરી 86 મીટરમાંથી અત્યાર સુધીમાં લગભગ 50 મીટરનું ડ્રિલિંગ થઈ ગયું છે. બાકીના કામમાં હજુ 40 થી 50 કલાકનો સમય લાગી શકે છે. ટનલમાંથી 41 મજૂરને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, લગભગ 52 મીટર પાઇપ અંદર ગઈ છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો અનેક મોરચે ચાલી રહ્યા છે. જેમાં પહાડની ઉપરથી અને ટનલની અંદરથી મેન્યુઅલ ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે બંધ કરાયેલી વર્ટીકલ ડ્રિલિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે અને જરૂરી 86 મીટરમાંથી અત્યાર સુધીમાં લગભગ 50 મીટરનું ડ્રિલિંગ થઈ ગયું છે. બાકીના કામમાં હજુ 40 થી 50 કલાકનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો : ઉત્તરકાશી: ટનલમાં હવે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે, છેલ્લા 16 દિવસથી ફસાયા છે 41 મજૂર, જુઓ વીડિયો
ટનલમાંથી 41 મજૂરને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, લગભગ 52 મીટર પાઇપ અંદર ગઈ છે અને જે સ્ટીલ પહેલા મળતું હતું તે હવે ઓછુ થયું છે. હવે કટર વડે સિમેન્ટ કોંક્રીટ કાપવાનું કામ ચાલી રહ્યું છે.