ઉત્તરકાશી: ટનલમાં હવે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે, છેલ્લા 16 દિવસથી ફસાયા છે 41 મજૂર, જુઓ વીડિયો
આજે 16 મો દિવસ છે અને સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે ઊભી રીતે નાખવામાં આવેલી પાઈપમાં 6 મજૂર જશે અને મેન્યુઅલ ડ્રિલિંગ કરશે. આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે આજે જણાવ્યું હતું કે, મેન્યુઅલ ડ્રિલિંગ હજુ શરૂ થયું નથી.
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ટીમ કામે લાગેલી છે. આજે 16 મો દિવસ છે અને સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે ઊભી રીતે નાખવામાં આવેલી પાઈપમાં 6 મજૂર જશે અને મેન્યુઅલ ડ્રિલિંગ કરશે. આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે આજે જણાવ્યું હતું કે, મેન્યુઅલ ડ્રિલિંગ હજુ શરૂ થયું નથી.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: અમે અમારો એક પુત્ર ગુમાવ્યો, બીજાને ગુમાવવા માંગતા નથી, ટનલમાં ફસાયેલા મજૂરના પિતાએ કહી આ વાત, જુઓ વીડિયો
તેમણે આગળ જણાવ્યું કે, મેન્યુઅલ ડ્રિલિંગ થોડા સમયમાં શરૂ કરવામાં આવશે. તેના માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અમે પ્રગતિ કરી રહ્યા છીએ. અમે જે પ્રગતિ કરી રહ્યા છીએ તેની સાથે હું બચાવ ટીમ પર ગર્વ અનુભવું છું.