ઉત્તરાખંડ: અમે અમારો એક પુત્ર ગુમાવ્યો, બીજાને ગુમાવવા માંગતા નથી, ટનલમાં ફસાયેલા મજૂરના પિતાએ કહી આ વાત, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીનો રહેવાસી 22 વર્ષીય મનજીત પણ આ ટનલમાં ફસાયો છે. મનજીતના પિતા નથી ઈચ્છતા કે તેમનો પુત્ર હવે સુરંગમાં કામ કરે, કારણ કે તેમના પિતાએ તેમનો 23 વર્ષનો પુત્ર દીપુ ગુમાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તેનો દીકરો દીપુ મુંબઈમાં એક પુલ બનાવવાનું કામ ચાલી રહ્યુ હતું, ત્યાં બાંધકામ માટે વપરાતી સામગ્રી તેના પર પડતા તેનું મૃત્યુ થયું હતું.
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 16 દિવસથી 41 મજૂરો ફસાયા બાદ તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યો સહિત સમગ્ર દેશ તેઓ સુરક્ષિત બહાર આવવે તેવી રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીનો રહેવાસી 22 વર્ષીય મનજીત પણ આ ટનલમાં ફસાયો છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: ટનલમાં ફસાયેલા મજૂરોની હવે ધીરજ ખૂટી, તેઓએ ભોજન લીધું નહીં, જાણો કેવી છે તેમની હાલત, જુઓ વીડિયો
મનજીતના પિતા પણ સુરંગમાં ફસાવવાના સમાચારથી ચિંતિત છે. મનજીતના પિતા નથી ઈચ્છતા કે તેમનો પુત્ર હવે સુરંગમાં કામ કરે, કારણ કે તેમના પિતાએ તેમનો 23 વર્ષનો પુત્ર દીપુ ગુમાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તેનો દીકરો દીપુ મુંબઈમાં એક પુલ બનાવવાનું કામ ચાલી રહ્યુ હતું, ત્યાં બાંધકામ માટે વપરાતી સામગ્રી તેના પર પડતા તેનું મૃત્યુ થયું હતું.