કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) અમદાવાદ પ્રવાસમાં ફેરફાર થયો છે. આ પહેલા તેઓ રથયાત્રાના (Rath Yatra) દિવસે મંગળા આરતીમાં ભાગ લેવા માટે 11મી જુલાઈની સાંજે અમદાવાદ (Ahmedabad) પહોચવાના હતા. પરંતુ હવે તેના નવા કાર્યક્રમ મૂજબ અમિત શાહ 10 જુલાઈએ સાંજે અમદાવાદ આવશે.
શાહ 11 તારીખે બપોરે સાણંદ APMC ખાતે ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે તથા સાણંદ-બાવળામાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આગામી 12 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતીમાં ભાગ લેશે. રથયાત્રાના દિવસે અમિત શાહ સહપરિવાર ભગવાન જગન્નાથજીના દર્શન કરશે.
આ પણ વાંચો : Bhavnagar : શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી, એક દિવસમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા