વીડિયો: છોટાઉદેપુરમાં સરકાર સાથે છેતરપિંડી કરનારા બે ઠગોએ આદીવાસીઓ પાસેથી પૈસા પડાવ્યા !
આ ઠગોને રૂપિયા રળવાની એવી તો લ્હાય જાગી કે મજૂરી કરીને માંડ પેટ ભરનારા ગરીબ આદિવાસીઓને પણ ન છોડ્યા, છોટા-ઉદેપુરના નાની દુમાલી ગામે પીવાના પાણીની સુવિધાના નામે ખોટા બિલ બનાવી સંદીપ અને અબૂ બકરે સરકારના 5 લાખ સેરવી લીધા હતા.
છોટા-ઉદેપુરમાં નકલી સરકારી કચેરી બનાવીને 4.14 કરોડની ગ્રાંટ લઈ સરકારને ચૂનો લગાવનારા બે ઠગના વધુ કૌભાંડ ખુલી રહ્યાં છે. આ ઠગોને રૂપિયા રળવાની એવી તો લ્હાય જાગી કે મજૂરી કરીને માંડ પેટ ભરનારા ગરીબ આદિવાસીઓને પણ ન છોડ્યા, છોટા-ઉદેપુરના નાની દુમાલી ગામે પીવાના પાણીની સુવિધાના નામે ખોટા બિલ બનાવી સંદીપ અને અબૂ બકરે સરકારના 5 લાખ સેરવી લીધા હતા.
કામના નામે માત્ર એક હલકી ગુણવત્તાની પીવીસીની ટાંકી લગાવી હતી. આ ટાંકીની આસપાસનું બાંધકામ અને પાણીનો અવેડો જોઈ તમને થાય કે થોડો ઘણો ખર્ચો તો કર્યો લાગે છે. ઠગબાજોએ ઈંટ, કપચી, સિમેન્ટ અને મજૂરી પેટે અંદાજે 40થી 50 હજાર રૂપિયા ગરીબો પાસે જ ખર્ચ કરાવ્યા હતા, હાલ ખર્ચો કરો પછી સરકાર પાસેથી આવતા જ તમને પરત કરીશું, કહીને ગરીબોના ખર્ચે જ અવેડો બનાવ્યો હતો, પરંત ન તો પાણી આવ્યું કે ન પૈસા પરત મળ્યાં.
ગરીબ વનબંધુઓ પાસે બાંધકામ બાદ સોલાર લગાવવાના બહાને પૈસા પડાવવાની નવી તરકીબ લગાવી હતી. પરંતુ પછી સાબદા થઈ ગયેલા લોકોએ વધુ રૂપિયા આપવાની ના પાડી, નસીબમાં પીવાનું પાણી તો ન આવ્યું, પરંતુ બચતના રૂપિયા પણ ખર્ચાઈ ગયા, ત્યારે સ્થાનિકો છેતરપિંડી કરનારા બંને ઠગબાજ સામે કડક કાર્યવાહી થાય તેવી માગણી કરી રહ્યાં છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર : નસવાડીના આંધણી ખેરમારમાં હલકી ગુણવત્તાની રોડ કામગીરી આવી સામે, વીડિયોમાં જુઓ દ્રશ્યો