AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive : હું ઘરેથી ભાગી જવા માંગતો હતો, બિગ બોસ વિનર એમસી સ્ટેન થયો ભાવુક

TV9 Exclusive : હું ઘરેથી ભાગી જવા માંગતો હતો, બિગ બોસ વિનર એમસી સ્ટેન થયો ભાવુક

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 7:13 PM
Share

Bigg Boss 16 Winner : બિગ બોસ 16ના વિનર રેપર એમસી સ્ટેને (MC Stan) કહ્યું કે બિગ બોસના પહેલા દિવસે હું ઘરમાંથી ભાગી જવા માંગતો હતો. સ્ટેને કહ્યું કે હવે પરિવારના સભ્યો પ્રાઉડ ફિલ કરી રહ્યા છે.

પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોસ સિઝન 16 ને તેનો વિનર મળી ગયો છે. પુણેના રહેવાસી એમસી સ્ટેને આ શો જીત્યો છે. રેપર એમસી સ્ટેન બિગ બોસ જીત્યા પછી સોશિયલ મીડિયા પર તેને બધા અભિનંદન પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ ટ્રોફી જીતવા માટે એમસી સ્ટેન અને શિવ ઠાકરે પ્રિયંકાને હરાવીને ટોપ 2માં પહોંચ્યા હતા. આ દરમિયાન ટીવી 9 સાથેની એક વાતચીતમાં, સ્ટેને કહ્યું કે તે તમામ લોકોનો આભાર માને છે જેમણે તેને સ્પોર્ટ કર્યો.

12 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું

બિગ બોસના ઘરમાં મોટે ભાગે શાંત રહેતા એમસી સ્ટેન વાસ્તવિક જીવનમાં તદ્દન અલગ છે. તેનું નામ અનેક વિવાદો સાથે જોડાયેલું છે. 23 વર્ષીય એમસી સ્ટેનનું સાચું નામ અલ્તાફ શેખ છે. રેપર બનવાની સફર દરમિયાન તેને પોતાનું નામ એમસી સ્ટેન રાખ્યું. એમસીએ 12 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. તેને પોતાના સંગીતની શરૂઆત કવ્વાલીથી કરી હતી. પરંતુ સમય અને ટ્રેન્ડ સાથે અલ્તાફનું ધ્યાન રેપ તરફ ખેંચાવા લાગ્યું. જે પછી તેને રેપર બનવાનું નક્કી કર્યું.

વિવાદોથી ઘેરાયેલું છે એમસી સ્ટેનનું જીવન

એમસી સ્ટેનનું જીવન ઘણા વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. પછી તેની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ. એમસી સ્ટેન તેના ગીતો માટે ફેમસ છે. રેપર્સ તેના ગીતોમાં ખૂબ અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેના ગીતો સાંભળનારાઓની એક અલગ જ ફેન ફોંલોઈંગ છે. તેના ગીતોને કારણે, તે ઘણી વખત વિવાદોમાં ફસાયો છે. તેના ગીતો પર પણ ઘણી વખત સવાલો ઉઠ્યા છે.

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ

એમસીના પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો, તેની ભૂતપૂર્વ પ્રેમિકા ઓઝમા શેખ સાથે સંબંધ તોડ્યા પછી તેની હત્યા કરવા તેને તેના મેનેજરને મોકલ્યો હતો. આ દરમિયાન તેની એક્સ ગર્લફ્રેન્ડને પણ ઘણી ઈજા થઈ હતી. આ ઘટના બાદ ઓઝમાએ એમસી સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. જે બાદ એમસીના નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ સાથે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

Emiway Bantai અને ડિવાઈન સાથે ઝઘડો

એમસી સ્ટેને રેપર બનતાની સાથે જ તેને પહેલું ગીત રફ્તાર સાથે વાટા ગાયું હતું. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. એમસી સ્ટેન પહેલા જ ગીતથી જ મોટો સ્ટાર બની ગયો હતો, આ ગીત માટે તેને ખૂબ પ્રશંસા પણ મળી હતી. આ ગીત પછી એમસીએ Emiway Bantai અને ડિવાઈન સાથે ખૂબ જ ઝઘડો કર્યો હતો. એમસી સ્ટેનને તડીપર ગીતથી ઘણો ફેમસ થયો હતો. આ ગીતે તેનું જીવન બદલી નાખ્યું. આજે તેની પાસે ઘણી સંપત્તિ અને ફેમ છે.

Published on: Feb 14, 2023 06:27 PM
g clip-path="url(#clip0_868_265)">