MONEY9: ઓછા ખર્ચે ઘર કેવી રીતે બનાવવું? અપનાવો આ ટિપ્સ

સસ્તું ઘર બનાવવા માટે કેટલીક ટિપ્સ ઘણી કામની સાબિત થાય છે. સાધારણ ફેરફારથી તમે સારા એવા પૈસા બચાવી શકો છો. જમીન ખરીદવી સૌથી મહત્વની અને ખર્ચાળ પ્રક્રિયા છે. ધ્યાન રાખો કે જમીન એવી જગ્યાએ લો જ્યાં ડેવલપમેન્ટના ચાન્સ વધારે હોય.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 27, 2022 | 4:50 PM

MONEY9: મારુ પણ એક ઘર (HOME) હોય એવું સપનું દરેકનું હોય છે. માણસ જીવનભર પાઇ-પાઇ ભેગી કરે છે જેથી પરિવાર માટે છતની વ્યવસ્થા થઇ શકે. ઘણાં લોકો તૈયાર ઘર ખરીદવાનું પસંદ કરે છે. જો કે, એક મોટી સંખ્યા છે જે મકાન (HOUSE) બનાવવાનું પસંદ કરે છે. મોંઘવારીના સમયમાં બિલ્ડિંગ મટિરિયલના ભાવ થોડાક ઘટયા છે. ત્યારે જો કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સેફટી સાથે સમાધાન કર્યા વગર ઘર બનાવવામાં મોટી રકમ બચાવી શકાય છે.

સસ્તું ઘર બનાવવા માટે કેટલીક ટિપ્સ

સાધારણ ફેરફારથી તમે સારા એવા પૈસા બચાવી શકો છો. જમીન ખરીદવી સૌથી મહત્વની અને ખર્ચાળ પ્રક્રિયા છે. ધ્યાન રાખો કે જમીન એવી જગ્યાએ લો જ્યાં ડેવલપમેન્ટના ચાન્સ વધારે હોય જેથી જમીનના રેટ વધતા રહે. પ્લૉટ અને રોડનું લેવલ બરાબર હોય જેથી લેવલિંગ માટે એકસ્ટ્રા ખર્ચ ન કરવો પડે.

બિલ્ડિંગ મટિરિયલ ખર્ચમાં બચત  કરો

હવે વાત મકાન બનાવવા માટે આવતી કૉસ્ટની કરી લઇએ. કન્સ્ટ્રક્શન કોસ્ટમાં સૌથી વધારે ખર્ચ બિલ્ડિંગ મટિરિયલનો હોય છે. આ ખર્ચ અંદાજે 50 ટકા બેસે છે. સિમેન્ટ, ઇંટ, રેતી, કપચી અને સળિયા જેવા કન્સ્ટ્રક્શનમાં વપરાતા સામાનમાં ભાવતાલ અને બલ્કમાં ખરીદી કરીને બચત કરી શકાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં આવતી ઇંટના બદલે ફ્લાઇ-એશ બ્રિક (Fly Ash Bricks) લગાવી શકાય છે. ફ્લાઇ-એશ બ્રિક, લાલ ઇંટના મુકાબલે પ્રતિ યૂનિટ 2 થી 3 રૂપિયા સસ્તી પડી શકે છે. સાથે જ સિમેન્ટનો ખર્ચ પણ ઘટી જાય છે.

ફિનિશિંગ અને ફિટિંગ્સ ખર્ચમાં બચત કરો

કન્સ્ટ્રક્શન કૉસ્ટમાં ફિનિશિંગ અને ફિટિંગ્સનો હિસ્સો 18 થી 20 ટકા આવે છે. સેનેટરી વેર, પ્લમ્બિંગ આઇટમ, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ અને કલરકામ આનો જ હિસ્સો છે. તમે બ્રાન્ડેડ સામાનના બદલે લોકલ બ્રાન્ડની સારી ક્વોલિટીની વસ્તુનો ઉપયોગ કરી શકો છો. બ્રાન્ડેડની સરખામણીએ લોકલ બ્રાન્ડની પ્રોડક્ટ 30 થી 35 ટકા સસ્તી પડે છે. ઉદાહરણ તરીકે બ્રાન્ડેડ ટેપ એટલે કે ટોટીની કિંમત 1,500 રૂપિયા સુધી હોય છે જ્યારે નૉન-બ્રાન્ડેડની કિંમત 300-500 રૂપિયા સુધી હોય છે.

 નિષ્ણાતનો મત

રિયલ એસ્ટેટ ડેવલપર અને ભારદ્ધાજ સ્માર્ટ સિટીના ડાયરેક્ટર રમેશ શર્મા જણાવે છે કે અમે ડીપીસી લેવલે બીમ એટલે કે સળિયાની જાળ બિછાવી શકીએ છીએ, પરંતુ તેના બદલે ઓછા સળિયા વાપરીને પથ્થર અને ઇંટ ભરીને કામ ચલાવી શકાય છે. માર્બલની જગ્યાએ નોર્મલ ટાઇલ્સ વાપરી શકાય છે. આ ઉપરાંત, ફૉલ સીલિંગ ન કરો. લોખંડની ફ્રેમ બનાવી શકાય છે. આનાથી કૉસ્ટ ઘટીને 900થી 1000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ રહી જશે.

ઉદાહરણ તરીકે, એક માળનું મકાન બનાવવાનો એવરેજ ખર્ચ 1,200 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આવે છે. સામાન્ય રીતે 1 હજાર ચોરસ ફૂટના પ્લૉટ પર એક માળનું મકાન બનાવવાનો ખર્ચ અંદાજે 12 લાખ રૂપિયા આવશે. જો તમે આ ટિપ્સને અપનાવો છો તો ખર્ચ 900થી 1,000 રૂપિયા ચોરસ ફૂટની આસપાસ આવશે. એટલે કે સીધેસીધા 2 લાખ રૂપિયાની બચત થશે.

શર્મા જણાવે છે કે હાલના સમયમાં સિમેન્ટ અને સળિયાના ભાવ થોડાઘણાં ઘટ્યા છે. મે મહિનામાં સિમેન્ટ 450 રૂપિયાના પીક લેવલે હતો. હવે તે પ્રતિ બોરી 425-430 રૂપિયાના ભાવે મળી રહ્યો છે. આ જ રીતે સળિયાનો ભાવ જે પહેલાં 82 રૂપિયે કિલો હતો તે આજે ઘટીને 62 રૂપિયે કિલો થઇ ગયો છે. ઉદાહરણ તરીકે 1,000 ચોરસ ફૂટનું ઘર બનાવવામાં અંદાજે 400 બોરી સિમેન્ટ અને 4,000 કિલો ટીએમટી સળિયા લાગે છે. એટલે કે સિમેન્ટ અને સળિયાથી જ 78,000 રૂપિયાની બચત થઇ શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">