AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ સમાચાર: મેનેજરે જ કારખાનામાં કરી 4.30 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

બોટાદ સમાચાર: મેનેજરે જ કારખાનામાં કરી 4.30 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

| Updated on: Nov 09, 2023 | 2:06 PM
Share

બોટાદના મહાજન વાડી વિસ્તારમાં હિરાના કારખાનામાં થોડા દિવસ પહેલા રૂપિયા સાડા ચાર લાખ જેટલી રોકડ રકમની ચોરી થયાની ઘટના બની હતી. આ ચોરીના પગલે કારખાનેદાર માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે બોટાદ પોલીસે સઘન તપાસ હાથ ધરતા બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલીયો અને કારખાનાનો મેનેજરે ચોરી કર્યાનું બહાર આવતા પોલીસે મેનેજરની ધરપકડ કરી ચોરી કરેલ રૂપિયા રીકવર કર્યા હતા.

બોટાદ શહેરનાં મહાજન વાડી વિસ્તારમાં પ્રેમજીભાઈના હિરાના કારખાનામાં બે દિવસ પહેલા રોકડા સાડા ચાર લાખ રૂપિયાની ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેથી કારખાનાના માલિક પ્રેમજીભાઈએ પોલીસને જાણ કરી હતી અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

બોટાદ પોલીસે ફરીયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરતા માલિક ફરીયાદી પ્રેમજીભાઈ સાથે કરેલી ઉંડાણપૂર્વકની વાતચીત તપાસ બાદ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

પોતે ચોરી કર્યાની કબુલાત કરી હતી

બોટાદ પોલીસની પૂછપરછમાં કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મહેશ નામના શખ્સ પર શંકા જતા પોલીસે મહેશની ઉલટ તપાસ કરતા મહેશ ભાંગી પડયો હતો અને પોપટની જેમ પોતે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને મહેશે જણાવ્યું હતું કે આર્થિક સંકડામણના કારણે પોતે ચોરી કર્યાની કબુલાત કરી હતી.

આ ચોરીની કબૂલાતના પગલે બોટાદ પોલીસે આરોપી મહેશના ઘરે તપાસ કરતા ચોરીના રોકડ રૂપિયા ચાર લાખ પંચાવન હજાર મળી આવતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ બોટાદ પોલીસે બે દિવસ પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી મુદ્દામાલ રીકવર કર્યો હોવાનું બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: બોટાદ વીડિયો: બાઈકમા પેટ્રોલ ભરાવતી વખતે લાગી આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

g clip-path="url(#clip0_868_265)">