વેલેન્ટાઈન ડે પર રોમાન્ટિક બન્યા MP-MLA રવિ અને નવનીત રાણા, Video માં જુઓ શાયરાના અંદાજ
દેશ અને દુનિયામાં વેલેન્ટાઈન ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાએ પણ ખાસ રીતે આ દિવસની ઉજવણી કરી હતી.
Valentines Day : દેશ અને દુનિયામાં પ્રેમી યુગલોએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી.મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ પણ આ પ્રેમ દિવસને પૂરા ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટમાં કેટલીક રોમેન્ટિક પળો શેર કરી છે. બેકગ્રાઉન્ડમાં ‘મુઝે પ્યાર હુઆ’ સોંગ વાગી રહ્યુ છે.વીડિયોમાં જોઈ શકાય છે કે રવિ રાણા સાસંદને ગુલાબનુ ફુલ આપીને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
નવનીત રાણાનો અલગ અંદાજ જોવા મળ્યો
નવનીત રાણા સ્વભાવે થોડા ચંચળ છે,જ્યારે રવિ રાણા શરમાળ છે. વેલેન્ટાઈન ડે પર નવનીત રાણા એ દિવસોની યાદમાં ખોવાઈ ગઈ હતી જ્યારે તે શરૂઆતમાં રવિ રાણાને મળી હતી. આપને જણાવી દઈએ કે, બંનેના લગ્ન અંગે પરિવારજનો રાજી ન હતા.
જુઓ વીડિયો
Happy Valentine’s Day pic.twitter.com/hS1Mr4AcNF
— Navnit Ravi Rana (@navneetravirana) February 14, 2023
હંમેશા સત્ય માટે પોતાનો અવાજ ઉઠાવનાર નવનીત રાણા વેલેન્ટાઈનના દિવસે ખુબ જ શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ રવિ રાણા સાથે ડેટ પર ગયા છે, જે વીડિયોમાં જોઈ શકાય છે.
પ્રથમ મુલાકાત બાબા રામદેવના કેમ્પમાં થઈ
નવનીત રાણા અને રવિ રાણા વચ્ચે પ્રથમ મુલાકાત વર્ષ 2009 દરમિયાન થઈ હતી. રવિ રાણા 2009માં પ્રથમ વખત બડનેરાના ધારાસભ્ય બન્યા હતા.અને બંનેની ઓળખ બાબા રામદેવના કેમ્પમાં જ થઈ હતી. તે સમયે રવિ રાણા ધારાસભ્ય હતા અને નવનીત રાણા અભિનેત્રી અને મોડલ હતા. નવનીત રાણાએ ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. બાદમાં બંને સારા મિત્રો બની ગયા. મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. તેમના લગ્નને અગિયાર વર્ષ વીતી ગયા છે. નવનીત રાણાએ કહ્યું કે દરેક દિવસ વેલેન્ટાઈન છે, દરેક દિવસ વસંત જેવો છે.
