Kam Ni Vaat : ડિજિટલ વોટર કાર્ડ શું છે? ઘરે બેઠાં કઈ રીતે મેળવી શકશો? જાણો તમારા કામની વાત

હવે વોટર આઈડી કાર્ડ (Voter ID card) ડિજિટલ ફૉર્મેટમાં મળશે. જે મતદારોના વોટર આઈ-ડી કાર્ડ ખોવાઈ ગયા છે અને નવા કાર્ડ માટે અરજી કરી છે, તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે.

Dipali Barot
| Edited By: | Updated on: Oct 08, 2022 | 2:37 PM

આધાર કાર્ડ (Aadhar card), પાન કાર્ડ (PAN card) અને ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) ની જેમ હવે વોટર આઈડી કાર્ડ (Voter ID Card) પણ ડિજિટલ ફૉર્મેટ (Digital format) માં મળશે. જે મતદારોના વોટર આઈ-ડી કાર્ડ ખોવાઈ ગયા છે અને નવા કાર્ડ માટે અરજી કરી છે, તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે.

શું છે ડિજિટલ વોટર કાર્ડ (Digital Voter Card) ?

– ડિજિટલ વોટર કાર્ડ એ ઍડિટ ન કરી શકાય એવું સિકયૉર્ડ પૉર્ટેબલ ડૉક્યુમૅન્ટ ફૉર્મેટ (PDF) વર્ઝન છે.

– જેની અંદર મતદારનો ફોટો અને બીજી સંલગ્ન માહિતીઓની સાથે એક ક્યુઆર કોડ હશે.

– કાર્ડમાં મતદાર વિશેની માહિતી ધરાવતા બે અલગ-અલગ ક્યૂઆર કોડ હશે.

– એક ક્યૂઆર કોડમાં મતદાર (Voter) નું નામ અને બીજી વિગતો હશે, જ્યારે બીજા ક્યૂઆર કોડમાં મતદારની અન્ય માહિતીઓ હશે.

– ડાઉનલોડ કરવામાં આવેલા ડિજિટલ વોટર કાર્ડની અંદર જે ક્યૂઆર કોડ હશે, તેમાં રહેલી માહિતીના આધારે મતાધિકારનો લાભ મેળવી શકાશે.

– આ કાર્ડનો મતદાર ઓળખપત્ર (Voter ID card) તરીકે ઉપયોગ કરી શકાશે. તેને પ્રિન્ટ કાઢી શકાશે અને મતદાન વખતે પુરાવા તરીકે રજૂ પણ કરી શકાશે.

કેવી રીતે ડાઉનલોડ કરશો?

જો તમે ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરવા માગો છો તો

– સૌથી પહેલાં તમારે www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in પર જવું પડશે.

– જો તમારી પાસે કોઈ અકાઉન્ટ નથી, તો પોતાના મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી દ્વારા એક અકાઉન્ટ બનાવો.

– જો તમારું અકાઉન્ટ છે, તો લોગ-ઇન કર્યા બાદ ડાઉનલોડ ઈ-ઈપીઆઈસી (e-EPIC) વિકલ્પ પર ક્લિક કરો.

ડિજિટલ વોટર કાર્ડના ફાયદા શું છે?

– વોટર આઈકાર્ડ ન મળવું અથવા ખોવાઈ જવું જેવી ઘટનાઓ ભૂતકાળ બની જશે.

– જે મતદારોના સંપર્ક નંબર કમિશન સાથે લિંક થયેલા નથી તેમણે પોતાની વિગતો ઇલેકશન કમિશન ઑફ ઇન્ડિયા (Election Commission of India) પાસે રિ-વેરિફાય કરાવવી પડશે.

– મોબાઇલ નંબર લિંક કરાવવો પડ્શે, જેથી ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ થઈ શકે.

– નવા મતદારોને વોટર આઈ-ડી કાર્ડની હાર્ડ કૉપી પણ મળશે.

– કાર્ડ ગુમ થવાની સ્થિતિમાં ડિજિટલ કાર્ડ મદદ કરશે.

– ડિજિટલ કાર્ડ ડિજિલૉકર (Digilocker) પર સ્ટોર કરી શકાશે.

– ડિજિટલ વોટર કાર્ડને મોબાઇલ અને કૉમ્પ્યુટરમાં સરળતાથી સ્ટોર કરી શકાય છે.

– ડિજિટલ કાર્ડમાં તસ્વીર અને ડેમોગ્રાફી સાથે એક સુરક્ષિત ક્યૂઆર કોડ હશે અને તેની ડુપ્લિકેટ કૉપી બનાવવી શક્ય નથી.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">