ભારતનું એક એવું ગામ કે જ્યાં અદ્ભૂત નજારો, પણ કોઈ વિદેશી જાય તો તેની ભારતમાં એન્ટ્રી બંધ !

ઉત્તરાખંડનું ચકરાતા ગામ કે જે દિલ્લીથી (Delhi)  350 કિમી દૂર આવેલું છે, અહીંનો પ્રાકૃતિક નજારો અદ્બૂત છે. પણ આ નજારાને માણવો વિદેશીઓ માટે અસંભવ છે.

Shivani Purohit

| Edited By: Mamta Gadhvi

Aug 10, 2022 | 11:25 AM

ઉત્તરાખંડ (Uttarakhand)નામ આવતાની સાથે જ આંખો સામે કુદરતનો એ આહલાદક નજારો સામે આવે અને ઉત્તરાખંડ તો એવું પ્રવાસન સ્થળ (Tourist place) છે કે જેના તો વિદેશી પર્યટકો પણ દિવાના છે. પણ આજે ઉત્તરાખંડના એક એવા ગામ વિશે જણાવીશું કે જ્યાં ભૂલેચૂકે પણ કોઈ વિદેશી ગયો તો તેની ભારતમાં (india) એન્ટ્રી બંધ થઈ શકે છે.

સલામતીના પગલે ભારતમાં એન્ટ્રી પર બેન !

ઉત્તરાખંડનું ચકરાતા ગામ કે જે દિલ્લીથી (Delhi)  350 કિમી દૂર અને દહેરાદૂનથી 100કિમી દૂર આવેલું છે.અહીંનો પ્રાકૃતિક નજારો અદ્બૂત છે. પણ આ નજારાને માણવો વિદેશીઓ માટે અસંભવ છે. 2018ના એક રસપ્રદ કિસ્સાની વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રી એસ્ટોનિયાની પ્રખ્યાત પોપ સિંગર જાના કાસ્ક કે જેને ઉત્તરાખંડની ચકરાતા લોકેશન પર એક પોપ વીડિયો શૂટ કરવો હતો અને આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ.જો કે આ વાત લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (local intelligence unit)  સુધી પહોંચી તો મામલો ગરમાયો.બાદમાં જાના કાસ્ક અને તેની ટીમની અટકાયત કરી લીધી અને એટલું જ નહીં આ તમામની ભારતમાં જ એન્ટ્રી પર બેન લાગી ગયો.

ગૃહ મંત્રાલયની મંજૂરી વિના કોઈ અહીં પ્રવેશી શકે નહીં

આ કિસ્સા બાદ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આવુ કેમ થયુ ? એવું તો શું છે આ ચકરાતામાં કે વિદેશીઓ જો અહીં જાય તો આટલા કડક પગલાં ભરવામાં આવે છે.તમને જણાવી દઈએ કે, ચકરાતા એક પ્રતિબંધિત વિસ્તાર છે અને ગૃહ મંત્રાલયની (Ministry of Home Affairs)મંજૂરી વિના કોઈ વિદેશી નાગરિક અહીં પ્રવેશી ન શકે.ભારત અને તિબ્બત વચ્ચે સીમાને નિર્ધારણને લઈને પહેલી સમજૂતી શિમલામાં થઈ અને ત્યારથી જ તેની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ.1913-14 દરમિયાન બ્રિટન,ચીન અને તિબ્બત અલગ-અલગ પક્ષો તરીકે આ પ્રક્રિયામાં સામેલ થયા હતા.જો કે ચીન (China) પહેલેથી અવળચંડાઈમાં માહેર છે અને તિબ્બત મુદ્દે તે આજે પણ સમજી નથી રહ્યું.

1962નું યુદ્ધ અને ત્યાર પછીની સ્થિતિને જોતા એક ખૂફિયા આર્મીનું ગઠન કરવામાં આવ્યું કે જેને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ કહેવામાં આવી. અને તેનું કામ જ છે તમામ સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખવી તેમજ તેની તૈનાતી આ ચકરાતામાં કરવામાં આવી છે.સાથે જ બીજા પણ ઘણાં સિક્રેટ ઓપરેશન્સમાં આ SFFની ભૂમિકા મહત્વની હોય છે. એટલે જ વિદેશીઓ (Foreingners) અહીં આવી શકતા નથી.અહીં ભારતીય સેનાની છાવણી આવેલી છે. તેમજ 24 કલાક સેનાનાની અહીં તૈનાતી રહે છે. જે મોટા પ્રમાણમાં દેખાતી તો નથી પણ નથી છતાં દેશની રક્ષા કાજે હંમેશા તૈનાત છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati