AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: રાજકોટમાં સંત સંમેલનનું યોજાયું, મોરારી બાપુ, ભાઈશ્રીના સ્વામીનારાયણ સંપ્રદાય પર નામ લીધા વિના પ્રહાર

Video: રાજકોટમાં સંત સંમેલનનું યોજાયું, મોરારી બાપુ, ભાઈશ્રીના સ્વામીનારાયણ સંપ્રદાય પર નામ લીધા વિના પ્રહાર

| Updated on: Jun 11, 2024 | 11:44 PM

રાજકોટના ત્રંબા ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યા જગદ્દગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા ,ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, દિલીપદાસજી બાપુ, મુક્તાનંદ બાપુ, નિર્મળાબા સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સંત સંમેલનમાં સનાતનના રક્ષણ માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્રારા કરાતી ટિપ્પણી અને વિવાદ બાદ હવે દેવી દેવતાઓ વિશે ટિપ્પણી ન થાય તે માટે રણનિતી નક્કિ કરવામાં આવી હતી.

સંત સંમેલનમાં સનાતનના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લીધો હતો. જેમાં કથાકાર રમેશભાઇ ઓઝાએ નામ લીધા વિના સ્વામીનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નહીં હાર્ટ વોશ કરવાનું હોય છે. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય તેમ પણ તેમને ઉમેર્યું હતું. હું જ મોટો, મારા જ ગુરૂ મોટા આ વાત ન કરવી જોઇએ તેમ પણ તેમને કહ્યું હતું. ઘાટ પરથી જો ગંગા જતી રહે તો ઘાટ સુના થઇ જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લીધો હતો

મોરારિબાપુએ પણ નામ લીધા વિના સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લીધો હતો તેમને કહ્યું કે ગંગાનું પાણી પીવું છે, તેમાં નહાવું છે, પરંતુ ઘાટને મહાન ગણવો છે, ગંગામાં પાપ ધોવા છે, પણ ગંગાને મહત્વ નથી આપવું, આ બધુ અજાણતા નહિ પરંતુ જાણી જોઇને થાય છે તેમ મોરારી બાપુએ ઉમેર્યું હતું.

રાજકોટના સંમેલનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના એસ.પી. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા, મૂળ સ્વામીનારાયણ સંપ્રદાયના સંત તરીકે લેખિતમાં તમામ માંગણીઓ સ્વીકારી હતી. વડતાલ સ્વામીનારાયણ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદે માગણી સ્વીકાર્યાનો દાવો મૂળ સંપ્રદાય તરફથી એસ.પી. સ્વામીએ ખાતરી આપી હતી.

દેવી દેવતાઓનું અપમાન થતું લખાણ હશે તો તે દૂર કરાશે તેમ તેમને ઉમેર્યું હતું

મૂળ સંપ્રદાયના કોઇ સાહિત્યમાં દેવી દેવતાનું અપમાનજનક લખાણ ન હોવાનો એસ.પી સ્વામીએ દાવો કર્યો હતો. તેમ છતાં જો પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન થતું લખાણ હશે તો તે દૂર કરાશે તેમ તેમને ઉમેર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનું જ અંગ તેમ એસ.પી. સ્વામીએ કહ્યું હતું.

આ પણ વાંચો: સનાતન વિરોધીઓને સમસ્ત હિન્દુ સમાજ જવાબ આપશે: પ્રમુખ, વિશ્વ ઉમિયા ધામ

Published on: Jun 11, 2024 11:43 PM
g clip-path="url(#clip0_868_265)">