રાસાયણિક ખાતરના ભાવ વધતા Banaskanthaના ખેડૂતો પરેશાન

રાસાયણિક ખાતરના ભાવ વધતા Banaskanthaના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાતરના ભાવ પણ વધતા ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો છે

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 9:32 AM

રાસાયણિક ખાતરના ભાવ વધતા Banaskanthaના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ડીઝલ બાદ ખાતરના ભાવ પણ વધતા ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો છે.ખેડૂતોએ ખાતરમાં ઝીંકાયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે.મહત્વનું છે કે પહેલી માર્ચથી ખેડૂતોએ રાસાયણિક ખાતર ખરીદવું મોંઘું પડશે..DPA ખાતરમાં રૂપિયા 300નો વધારો થયો છે.રૂપિયા 1200ને બદલે ખેડૂતોએ હવે 1500 રૂપિયા ચૂકવવાના રહેશે તો NPK ખાતરમાં ખેડૂતોને રૂપિયા 225 વધુ ચુકવવાના રહશે NPK ખાતરનો ભાવ અત્યાર સુધી રૂપિયા 1175 હતો જોકે ખેડૂતોને હવે 1400 રૂપિયા ચુકવવાના રહેશે જ્યારે ASP ખાતરના ભાવમાં 175 રૂપિયાનો વધારો થતા ખેડૂતોને હવે ASP ખાતરના 1150 રૂપિયા ચુકવવાના રહેશે.આમ ઉનાળાની શરૂઆત પહેલા જ ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા ધરતીપુત્રોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">