RAJKOT : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સમીક્ષા બેઠક, રાજકોટવાસીઓને તમામ મદદ પુરી પાડવા આપી ખાતરી

GUJARATમાં સૌથી વધુ કોરોનાની વિકટ સ્થિતિ રાજકોટ શહેર અને જિલ્લામાં જોવા મળી છે. જેથી રાજકોટમાં CM વિજય રૂપાણી કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સીએમએ કલેકટર કચેરીએ કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

| Updated on: Apr 09, 2021 | 5:41 PM

GUJARATમાં સૌથી વધુ કોરોનાની વિકટ સ્થિતિ રાજકોટ શહેર અને જિલ્લામાં જોવા મળી છે. જેથી રાજકોટમાં CM વિજય રૂપાણી કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સીએમએ કલેકટર કચેરીએ કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી હતી.ત્યારબાદ સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટને શનિવારે RT-PCR ટેસ્ટ માટે વધુ એક મશીન ફાળવી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટમાં રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો પણ આવી ગયો છે. કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ ડે.CM, આરોગ્ય સચિવ જયંતી રવિ સ્પેશ્યલ નોડલ ઓફિસર સ્તુતિ ચારણ હાજર રહ્યા હતા.

 

ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તમામ રીતે મદદરૂપ બનશે

વધુમાં CMએ જણાવ્યું કે, બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. રાજકોટ IMAના તબીબો સાથે મળી મુખ્યમંત્રીને 600 બેડ કોવિડ માટે આપવા ખાતરી પણ આપી છે. અને, કોરોના ટેસ્ટિંગ વધારવા સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. આ ઉપરાંત CM વિજય રૂપાણીએ વધુ પડતા કોરોનાગ્રસ્ત વિસ્તાર સીલ કરવા સૂચના આપી છે.હાલ ગુજરાત સરકારે RT-PCR ટેસ્ટ માટે 11 મશીન ખરીદ કર્યા છે. રાજકોટમાં RT-PCR ટેસ્ટ માટે વેઇટિંગ છે આ જરૂરિયાતને સમજીને રાજકોટને શનિવારે વધુ એક મશીન ફાળવી દેવામાં આવ્યું છે.

સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે
વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે,અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે. બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે તેની ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 14 થી 15000 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">