Rajkot : જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો થયા ચિંતિત, પિયતના અભાવે પાક સુકાઈ જવાની શક્યતા

Rajkot : છેલ્લા 10 થી 15 દિવસથી જિલ્લામાં વરસાદ ન હોય ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. વરસાદને કારણે અમુક વિસ્તારમાં પાક સુકાવવાની તૈયારીમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 8:40 AM

Rajkot : આ વર્ષે ચોમાસુ (Monsoon) વહેલું શરૂ થવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હાલ વરસાદની કોઈ શક્યતા ન હોય રાજકોટ જિલ્લામાં ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી વાવેતર કર્યું છે.

રાજકોટ જિલ્લમાં 10 થી 15 દિવસ પહેલા વાવણીલાયક વરસાદ થતાં જીલ્લામાં અંદાજીત 65 થી 70 ટકા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ બાદમાં વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત થયા છે. વાવણી બાદ પિયતની વ્યવસ્થા ન હોવાના કારણે અમુક વિસ્તારમાં કપાસ, મગફળી કે અન્ય પાક સુકાવાની તૈયારીમાં છે.

આ અંગે ખેડૂતો ખેતીવાડી વિભાગ સાથે રિવ્યૂ બેઠક કરીને સિંચાઇના પાણીની વ્યવસ્થા કરશે. એક બાજુ પાક સુકાઈ રહ્યો છે, તો બીજી તરફ ડીડીઓએ દાવો કર્યો છે કે, હાલમાં સિંચાઇના પાણીની કોઇ જરૂરિયાત નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">