AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવી રહી છે 'રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ'ની જોડી, હવે લૂંટાશે બિહાર ! - જુઓ Video

આવી રહી છે ‘રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ’ની જોડી, હવે લૂંટાશે બિહાર ! – જુઓ Video

| Updated on: Sep 05, 2025 | 6:00 PM
Share

હાલની તારીખમાં AI ટેકનોલોજી એટલી હદે આગળ વધી ગઈ છે કે, લોકો અવનવા પ્રકારના વીડિયો બનાવે છે અને તેને વાયરલ કરી દે છે. હવે આવો જ એક AI વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ ‘Bharatiya Janata Party’ દ્વારા એક AI વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ AI વીડિયો ‘Bharatiya Janata Party’ની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ વીડિયોમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સાથે જોવા મળી રહ્યા છે.

વીડિયોના શબ્દો પર નજર કરીએ તો, “જનતાના પૈસા ખાવા માટે, પપ્પુને પાસ કરાવવા માટે, જે સુધારા થયા છે તે બધા લૂંટવા માટે છે, આવ્યા રાહુલ-તેજસ્વી બિહાર લૂંટવા…”  વાયરલ થયેલ આ વીડિયોમાં ‘કયા સુપર કૂલ હૈ હમ’ મૂવીના ગીત “Hum Toh Hain Cappuccino”નું એન્ગલ લેવામાં આવ્યું છે.

વીડિયોને અત્યાર સુધીમાં 11,815 વ્યુઝ મળી ગયા છે. આ સોન્ગ પર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ડાન્સ કરી રહ્યા છે અને લાલુ પ્રસાદ યાદવની પણ એક ઝલક જોવા મળી રહી છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

 

Published on: Sep 05, 2025 05:57 PM
g clip-path="url(#clip0_868_265)">