Dog Funny Video: શું તમે ક્યારેય આવો પ્રતિભાશાળી કૂતરો જોયો છે? કૂતરાનો સંગીત વગાડતો વીડિયો થયો વાયરલ
આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને રમૂજી રીતે કૂતરાને અત્યાર સુધીનો શ્રેષ્ઠ સંગીતકાર ગણાવ્યો છે.
સંગીત (Music) એક એવી કળા છે, જેમાં સ્વર અને તાલ દ્વારા આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ અને જે તે અભિવ્યક્તિઓને સમજે છે તે સમજી જાય છે. તેથી જ સંગીતને કલાની સૌથી સુંદર કૃતિઓમાંની એક ગણવામાં આવે છે. સંગીતને સાર્વત્રિક ભાષા પણ કહેવામાં આવે છે. કારણ કે તે પૃથ્વી પરના તમામ જીવો દ્વારા સમજાય છે.
એક સમય એવો હતો કે જ્યારે દુનિયામાં સંગીતનાં સાધનો થોડાં જ હતા, પરંતુ આજના સમયમાં એવાં સેંકડો સંગીતનાં સાધનો બન્યાં છે. જેમાંથી સંગીતની વિવિધ અને સુંદર ધૂન બનાવી શકાય છે. તમે દરરોજ માણસોને સંગીત વગાડતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કૂતરાને આવું કરતા જોયા છે? હા, આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ (Viral Videos) મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કૂતરો (Dog viral video) જે રીતે બેન્ડમાં સંગીત વગાડવામાં આવે છે તેવી જ રીતે આ કૂતરો સંગીત વગાડતો જોવા મળે છે.
જૂઓ વીડિયો……..
Best musician ever.. 😊 pic.twitter.com/PLdFruB5WE
— Buitengebieden (@buitengebieden_) February 13, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કૂતરાની સામે બેન્ડની જેમ વિવિધ સંગીતનાં સાધનો સજાવવામાં આવ્યાં છે અને તે એક પછી એક તેના પર હાથ અજમાવી રહ્યો છે. ક્યારેક તે ઝાલ વગાડે છે, તો ક્યારેક હાર્મોનિયમ તો ક્યારેક બીજા સાધનો વગાડે છે. તે સંગીત વગાડવા માટે તેના પગ તેમજ મોંનો ઉપયોગ કરતા જોવા મળે છે. જો કે તેની પાસે વગાડવા માટે કોઈ સારી ધૂન નથી, પરંતુ તે ચોક્કસપણે પ્રયાસ કરી રહ્યો છે અને તેને આમ કરવામાં ઘણો આનંદ પણ આવી રહ્યો છે.
આ રમૂજી વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે અને રમૂજી રીતે કૂતરાને અત્યાર સુધીનો શ્રેષ્ઠ સંગીતકાર ગણાવ્યો છે. માત્ર 39 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખ 44 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 42 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે, હું પણ આ બેન્ડમાં જોડાવા માંગુ છું. અન્ય યુઝર્સે કૂતરાની આ અદ્ભુત પ્રતિભાના વખાણ કર્યા છે. હવે સામાન્ય રીતે કૂતરાઓને ભાગદોડ કરતા અને ખેલકૂદ કરતા જોવા મળે છે, પરંતુ આવું મ્યુઝિક વગાડતાં તમે ભાગ્યે જ જોયા હશે.
આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે
આ પણ વાંચો: Viral: ટ્વિટર પર ટ્રેન્ડ થયું #monkeyVsDoge, લોકો ફની Memes કરી રહ્યા છે શેર