Viral: ટ્વિટર પર ટ્રેન્ડ થયું #monkeyVsDoge, લોકો ફની Memes કરી રહ્યા છે શેર

ગામલોકોનું કહેવું છે કે આ 'ગેંગવોર' ત્યારે શરૂ થઈ જ્યારે કેટલાક કૂતરાઓએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું. આ પછી વાંદરાઓએ પણ બદલો લેવા માટે કૂતરાઓને મારવાનું શરૂ કરી દીધું.

Viral: ટ્વિટર પર ટ્રેન્ડ થયું #monkeyVsDoge, લોકો ફની Memes કરી રહ્યા છે શેર
MonkeyVsDoge trended on Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:02 AM

કેટલીકવાર આવી ઘટનાઓ બને છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી જ એક ઘટના આજકાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં, મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવમાં, વાંદરાઓ (Monkeys)ના જૂથે બદલો લેવા માટે લગભગ 250 કૂતરાઓ (Dogs) નો જીવ લીધો છે.

વાંદરાઓ દ્વારા કૂતરાઓ (MonkeyVsDoge)ને મારવાનો આ સિલસિલો લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે. આ ઘટનાથી ગ્રામજમાં ડરનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામમાં એક પણ કૂતરા બચ્યા નથી અને હવે વાંદરાઓ ગુસ્સામાં શાળાએ જતા બાળકોને નિશાન બનાવવા લાગ્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હવે વાંદરાઓએ કૂતરાઓને કેમ મારવાનું શરૂ કર્યું તેની પાછળ એક કહાની છે. ગામ લોકોનું કહેવું છે કે આ ‘ગેંગવોર’ ત્યારે શરૂ થઈ જ્યારે કેટલાક કૂતરાઓએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું. આ પછી વાંદરાઓએ પણ બદલો લેવા માટે કૂતરાઓને મારવાનું શરૂ કરી દીધું. કૂતરાઓને જોતાની સાથે જ તેઓ તેમને ખેંચીને દૂર ફેંકી દે છે.

આ મામલો એટલો ચર્ચામાં આવ્યો છે કે લોકોએ સોશિયલ મીડિયા (Social Media) પર પણ મસ્તી કરવાનું શરૂ કરી દીધું છે અને વિવિધ પ્રકારના ફની મીમ્સ (Funny Memes) શેર કરવાનું શરૂ કરી દીધું છે. ચાલો ટ્વિટર (Twitter) પર શેર કરવામાં આવી રહેલી કેટલીક ટ્વિટ્સ પર એક નજર કરીએ.

આ પણ વાંચો: VADODARA : સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના બાળ રોગ ચિકિત્સા વિભાગને રાજ્યમાં શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું

આ પણ વાંચો: Ahmedabad: હવે રસ્તા પર ઢોરને રખડતા મુકનારની ખેર નથી, શહેરના 10 વિસ્તાર ‘નો કેટલ ઝોન’ જાહેર કરાયા, નિયમ ભંગ કરનારને જેલ થઇ શકે

g clip-path="url(#clip0_868_265)">