Viral Video: સહેજ નજર ફરી અને અજગરે ભરી લીધુ બચકુ, વીડિયો જોઇને તમારા શ્વાસ પણ એક સેકન્ડ માટે થંભી જશે

|

Sep 05, 2021 | 9:13 PM

અજગરના કરડવાથી ભલે જીવને કોઇ જોખમ ન હોય પરંતુ જો અજગર કોઇને જકડી લે તો તેની પકડથી બચવું મુશ્કેલ હોય છે.

Viral Video: સહેજ નજર ફરી અને અજગરે ભરી લીધુ બચકુ, વીડિયો જોઇને તમારા શ્વાસ પણ એક સેકન્ડ માટે થંભી જશે
Python attack Zoo keeper

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓના એકથી એક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. કેટલાક વીડિયોમાં આ જાનવરો ક્યૂટ લાગે છે તો કેટલાક વીડિયોમાં તે ખતરનાક રૂપમાં દેખાતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ભીમકાય અજગર ખૂબ સ્ફૂર્તી સાથે ઝૂ કીપર પર હુમલો કરી દે છે. અજગરના હુમલાનો આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ એક સેકન્ડ માટે તો ડરી જ જાય છે.

કૈલિફોર્નિયામાં જે બ્રુઅર એક ઝૂ ચલાવે છે. જેમાં દરેક પ્રકારના પ્રાણીઓ હાજર છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે અને તેઓ સમયાંતરે પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયોને શેયર કરતા રહે છે. આ વીડિયોઝમાં તેઓ પ્રાણીઓ સાથે સમય વિતાવતા અને તેમની સાથે મસ્તી કરતા જોવા મળે છે. હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક જાયન્ટ અજગર તેમના પર હુમલો કરી દે છે. આ દરમિયાન અજગર ઘણી વાર તેમના પર હુમલો કરી દે છે પરંતુ તેમના ચહેરા પર બિલકુલ ડર નથી દેખાતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને લગભગ 8 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેએ જાતે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યુ છે કે અજગરે અચાનક તેમના પર હુમલો કેમ કરી દીધો. તેઓ અજગરના ઇંડાને ત્યાંથી હટાવીને સુરક્ષિત જગ્યાએ મુકી રહ્યા હતા જેથી તેને કોઇ નુક્સાન ન થાય. આ જ વાત અજગરને ન ગમી અને તેણે અચાનક જ જે પર હુમલો કરી દીધો.

વીડિયોમાં તે અજગરથી બચવાનો પ્રયાસ કરે છે પરંતુ અજગર તેને બચકું ભરી જ દે છે. અજગરના કરડવાથી ભલે જીવને કોઇ જોખમ ન હોય પરંતુ જો અજગર કોઇને જકડી લે તો તેની પકડથી બચવું મુશ્કેલ હોય છે.

આ પણ વાંચો –

Indian Economy: અર્થતંત્રએ મહામારી સામે લડવાનુ શીખી લીધુ છે, શોર્ટ ટર્મ રોજગાર પેદા કરવા પર મુકવો પડશે ભાર – RBI MPC સભ્ય

આ પણ વાંચો –

Maharashtra : ‘તમારી રાજનીતિ ચાલે છે, લોકો મરે છે’, મંદિર ખોલવાનો આગ્રહ કરનારાઓને CM ઉદ્ધવ ઠાકરેનો જવાબ

આ પણ વાંચો –

Viral Video: ભાઈ બનવા ગયો ઉસૈન બોલ્ટ પણ થઈ ગયા શરીરનાં બધા બોલ્ટ ઢીલા, Video જોઈને તમે પણ હસી હસીને થઈ જશો લોટપોટ

Next Article