AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Economy: અર્થતંત્રએ મહામારી સામે લડવાનુ શીખી લીધુ છે, શોર્ટ ટર્મ રોજગાર પેદા કરવા પર મુકવો પડશે ભાર – RBI MPC સભ્ય

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના સભ્ય શશાંક ભીડેએ જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારી ભારતીય અર્થતંત્ર સમક્ષ મોટો પડકાર છે. તેમણે કહ્યું કે જો મહામારી નિયંત્રણમાં રહેશે તો આર્થિક પુનરુત્થાન ચાલુ રહેશે.

Indian Economy: અર્થતંત્રએ મહામારી સામે લડવાનુ શીખી લીધુ છે, શોર્ટ ટર્મ રોજગાર પેદા કરવા પર મુકવો પડશે ભાર - RBI MPC સભ્ય
ખર્ચને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:24 PM
Share

Indian Economy: પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેન્ક ઓફ મોનેટરી પોલિસી કમિટી (RBI MPC) ના સભ્ય શશાંક ભીડેએ રવિવારે જણાવ્યું હતું કે જો કોવિડ -19 મહામારી ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવે તો ભારતીય અર્થતંત્રમાં પુનરૂદ્ધાર થવાનું ચાલુ રહેશે.

તેમણે કહ્યું હતું કે રોગચાળાને નિયંત્રિત કરવાની સાથે, ટૂંકા ગાળામાં મહત્તમ રોજગારને હાંસિલ કરવા માટે અને આવકના પ્રભાવ  માટે ખર્ચને પ્રાધાન્ય આપવું જરૂરી છે. ભીડેએ ધ્યાન દોર્યું હતું કે ઉંચી મોંઘવારી એ એક મહત્વની ચિંતા છે અને ફુગાવો મધ્યમ સ્તરે આવતાની સાથે વ્યાપક આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે.

તેમણે કહ્યું, “જો મહામારી નિયંત્રણમાં રહેશે તો અર્થતંત્રનું પુનરુત્થાન ચાલુ રહેશે. નજીકના ગાળામાં મહામારીને નિયંત્રિત કરવાની સાથે, મહત્તમ રોજગાર પ્રાપ્ત કરવા અને આવકની અસર  માટે ખર્ચને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

બીજા લહેરની અસર ગંભીર રહી.

ભીડે કહ્યું કે વિશ્વભરના અર્થતંત્રો પર જે અસર પડી તેને ધ્યાને લેતા હવે સકારાત્મક સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું, “નીચલા સ્તરથી ઉત્પાદનમાં સુધારાથી હકારાત્મક સંકેતો સ્પષ્ટ છે, જે રીતે આપણે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જોયું અને પછી કોરોના મહામારીની બીજી લહેરને કારણે એપ્રિલ-મે 2021 માં ઘટાડો થયો.”

અર્થતંત્ર રોગચાળાનો સામનો કરવાનું શીખી ગયું છે

ભીડેના જણાવ્યા અનુસાર, 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં ત્રણમાંથી બે મહીનામાં કોરોના મહામારી તેની ગંભીરતાના મહત્તમ સ્તરે હતી. એવુ લાગી રહ્યું છે કે, અર્થવ્યવસ્થાએ પાછલા અનુભવોમાંથી ઘણું શીખ્યું. કોવીડ – 19ની વિનાશકારી બીજી લહેર હોવા છતાં બાંધકામ અને સેવા ક્ષેત્રોમાં સુધાર અને પાછલા વર્ષેના વધારે નબળા પ્રદર્શન રહ્યું હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થામાં એપ્રીલ – જૂન ત્રીમાસીક ગાળામાં રેકોર્ડ બ્રેક 20.01 ટકાની વૃદ્ધિ થઈ.

મોંઘવારીનું દબાણ હજુ યથાવત

એક પ્રશ્નના જવાબમાં ભીડે કહ્યું કે અર્થવ્યવસ્થા હજુ પણ મોંઘવારીના દબાણ હેઠળ છે, જેનું મુખ્ય કારણ સપ્લાય ચેઇનમાં ભંગાણ છે. તેમણે કહ્યું કે બળતણના ભાવમાં વધારાની મોટી અસર પડે છે, કારણ કે ઘણા ક્ષેત્રોમાં આ કારણથી ખર્ચ વધી  જાય છે અને આ કારણથી જ ઉંચી મોંઘવારી એક નોંધપાત્ર ચિંતા છે.

આ પણ વાંચો :  IT Refund : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ

આ પણ વાંચો : Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">