‘કચ્ચા બદામ’ ગીત પર પોલીસકર્મીઓનો મસ્તી અને ડાન્સનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આ એક ખૂબ જ અદભૂત અને રમૂજી વીડિયો છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
છેલ્લા ઘણા મહિનાઓથી લોકો ‘કચ્ચા બદામ’ (Kacha Badam Song) ગીતથી છવાયેલા છે જે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. સામાન્ય લોકો જ નહીં પણ ખેલાડીઓ પણ આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીત પર તેનો ડાન્સ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ આ ગીત પર પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવ્યા હતા અને હવે પોલીસકર્મીઓમાં પણ આ ગીતનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ખરેખર, સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક પોલીસકર્મીઓ ‘કચ્ચા બદામ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં એક મહિલા પોલીસકર્મી પણ સામેલ છે. જો કે આ ડાન્સ વીડીયો એવો છે, જેને જોઈને તમને આશ્ચર્ય ઓછું અને હસવું જ આવશે.
સામાન્ય રીતે તમે પોલીસકર્મીઓને ચોરોને પકડતા અને મુશ્કેલ કેસ ઉકેલતા જોયા હશે અથવા અમુક પોલીસકર્મીઓ ક્યારેક ગીતો ગાતા જોવા મળ્યા હશે, પરંતુ તમે ભાગ્યે જ પોલીસકર્મીઓને ગણવેશમાં નાચતા જોયા હશે અને તે પણ ‘કચ્ચા બદામ’ ગીત પર. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંચ પોલીસકર્મીઓ એક લાઈનમાં ઉભા છે અને વચ્ચે એક મહિલા પોલીસકર્મી છે. કચ્ચા બદામના ગીત પર બધા જ નાચવા લાગે છે, પરંતુ આમાં માત્ર મહિલા પોલીસકર્મી જ છે જે ડાન્સની મૂવ્સ યોગ્ય રીતે બતાવી રહી છે, નહીં તો ચારેય પોલીસકર્મીઓ ખાલી જ હાથ લહેરાવે છે. ડાન્સ કરતી વખતે થોડીક સેકન્ડ પછી બધા પણ અટકી જાય છે, ત્યારબાદ મહિલા પોલીસકર્મીને પણ તેનો ડાન્સ રોકવાની ફરજ પડી છે. આ પછી બધા હસે છે.
પોલીસકર્મીઓનો રમૂજી ડાન્સ જુઓ:
View this post on Instagram
આ એક ખૂબ જ અદ્ભુત વીડિયો છે. જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર preetigoswami555 નામથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે વીડિયોને 23 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે મજાકમાં લખ્યું છે કે, ‘આટલું જ હવે જોવાનું હતું’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે પોલીસકર્મીઓએ પણ મજા લેવી જોઈએ, કારણ કે તેમનું કામ ઘણું મુશ્કેલ છે.
આ પણ વાંચો: Kacha Badam: નાની બાળકી પર પણ છે ‘કચ્ચા બદામ’ની ધૂન સવાર, પોતાના ધમાકેદાર ડાન્સથી જીત્યા લોકોના દિલ