Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kacha Badam: ‘કચ્ચા બદામ’ પછી હવે પી.વી. સિંધુએ તમિલ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- મલ્ટી ટેલેન્ટેડ

આ પહેલીવાર નથી જ્યારે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ ડાન્સ ટ્રેન્ડમાં જોડાઈ હોય. આ પહેલા તે ભુવન બદ્યાકરના બંગાળી ગીત કચ્ચા બદામ તેમજ લવ નવંતિતિ પર ડાન્સ કરતી જોવા મળી છે.

Kacha Badam: 'કચ્ચા બદામ' પછી હવે પી.વી. સિંધુએ તમિલ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- મલ્ટી ટેલેન્ટેડ
after kacha badam pv sindhu dances to tamil song in viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 3:54 PM

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) પણ ઈન્સ્ટાગ્રામ ટ્રેન્ડને ફોલો કરવામાં પાછળ નથી. તાજેતરમાં તેણીએ હિટ ટ્રેન્ડ કચ્ચા બદામ (Kacha Badam) પર જોરદાર ડાન્સ મૂવ્સ બતાવીને હેડલાઇન્સ બનાવી. હવે તેણે તમિલ ગીત માયાકિરીયે (Mayakirriye) પર શાનદાર પરફોર્મન્સ આપીને લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, પીવી સિંધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ડાન્સ રીલ્સ બનાવીને શેયર કરતી રહે છે. તેની નવી સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકો તેની રીલને ખૂબ એન્જોય કરી રહ્યા છે. પીવી સિંધુનો નવો વીડિયો 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે
KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?

પીવી સિંધુએ કર્યો ડાન્સ

વાયરલ થયેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બ્લુ ડેનિમ જીન્સ સાથે ગુલાબી જેકેટ અને કેપ પહેરી છે. વીડિયોમાં તમે તેને તમિલ ગીત માયાકિરીયેના હૂક સ્ટેપ પરફોર્મ કરતા જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, આ ગીતે ખૂબ જ ઓછા સમયમાં ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા મેળવી લીધી છે. તે ગાયક અનિરુદ્ધ રવિચંદરે ગાયું છે. જ્યારે એનીવીએ ગીત લખ્યું છે. આ ગીતને દરેક લોકો રીલ બનાવીને શેયર કરી રહ્યા છે. આ ગીત પર 46 હજારથી વધુ રીલ્સ બની છે. અત્યારે સિંધુએ તેના ડાન્સ મૂવ્સથી નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અહીં જૂઓ વીડિયો…

View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

પીવી સિંધુએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેયર કરતાં લખ્યું, ‘ડાન્સ ઈઝ જોય ઓફ મુવમેન્ટ’ તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક ચાહક કહે છે કે, તમે બહુ પ્રતિભાશાળી છો. તે જ સમયે બીજાએ લખ્યું છે – મને તમારી દરેક રીલ ખૂબ ગમે છે.

આ પહેલીવાર નથી જ્યારે પીવી સિંધુ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ ડાન્સ ટ્રેન્ડમાં જોડાઈ હોય. આ પહેલા તે ભુવન બદ્યાકરના બંગાળી ગીત કચ્ચા બદામ તેમજ લવ નવંતિતિ પર ડાન્સ કરતી જોવા મળી છે. તેની કચ્ચા બદામની રીલ ઘણી વાયરલ થઈ હતી. લોકોને ખ્યાલ નહોતો કે રમતના મેદાન સિવાય સિંધુ ડાન્સમાં પણ જ્વાળાઓ ફેલાવી શકે છે.

આ પણ વાંચો: Germany Open Badminton: પીવી સિન્ધુ અને શ્રીકાંત ભારતીય ટીમની આગેવાની કરશે

આ પણ વાંચો: પીવી સિંધુનો ‘કચ્ચા બદામ’ ગીત પર ડાન્સનો વીડિયો થયો Viral, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">