Kacha Badam: નાની બાળકી પર પણ છે ‘કચ્ચા બદામ’ની ધૂન સવાર, પોતાના ધમાકેદાર ડાન્સથી જીત્યા લોકોના દિલ
IAS ઓફિસર અવનીશ શરણે તેના ટ્વિટર પર છોકરીનો આ ડાન્સ વીડિયો શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'Cutest 'કાચી બદામ'. આ ગીત પર ડાન્સ કરતી એક સુંદર છોકરીનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકોને ફેમસ થતાં વાર નથી લાગતી. હવે ભુવન બડાઈકરને જુઓ. કચ્ચા બદામ (Kacha Badam Song) ગીત ગાઈને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. તેમનું આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ગીત પર જોરદાર રીલ બનાવી રહ્યા છે. કચ્ચા બદામના ગીતોના ડાન્સ વીડિયોને (Dance Video) પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં આવા ઘણા વીડિયો વાયરલ (Viral Videos) થયા છે, જેમાં છોકરા-છોકરીઓ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ‘કચ્ચા બદામ’ ગીત પર પોતાના જબરદસ્ત ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી અને હવે આ ગીત પર ડાન્સ કરતી એક સુંદર છોકરીનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે.
જૂઓ આ સુંદર વીડિયો…..
Cutest ‘कच्चा बादाम’ ❤️ pic.twitter.com/YRln8CNA4X
— Awanish Sharan (@AwanishSharan) March 13, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાની બાળકી સ્કૂલ ડ્રેસ પહેરીને ‘કચ્ચા બદામ’ ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. તે દરેક સ્ટેપને ખૂબ સારી રીતે અનુસરી રહી છે. કેટલીક મહિલાઓ અને બાળકો પણ તેનો આ આકર્ષક ડાન્સ જોઈ રહ્યા છે. જે કદાચ તેના પરિવારના સભ્યો હશે. બાળકીએ જે રીતે ડાન્સ કર્યો તે જોઈને લાગે છે કે તેણે કચ્ચા બદામનો ડાન્સ વીડિયો ખૂબ જ સારી રીતે જોયો હશે અને તેના દરેક સ્ટેપ પર ધ્યાન આપ્યું હશે તો જ તેણે ડાન્સના દરેક સ્ટેપને ખૂબ જ સારી રીતે ફોલો કર્યા છે.
IAS ઓફિસર અવનીશ શરણે તેના ટ્વિટર પર છોકરીનો આ ડાન્સ વીડિયો શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘Cutest’ કાચી બદામ’. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 10 હજાર લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. યુઝર્સે છોકરીના આ વીડિયોને ક્યૂટ અને શાનદાર ગણાવ્યો છે તો એક યુઝરે લખ્યું છે કે ‘આજના બાળકો કેટલા સ્માર્ટ છે. તેવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે ‘કચ્ચા બદામ ગીત પર આ બેસ્ટ પરફોર્મન્સ છે.’
આ પણ વાંચો: Viral: ‘Kacha Badam’ ગીત ગાનાર ભુવન બદ્યાકરે પોતાના એક્સિડેન્ટ પર બનાવ્યું નવું સોંગ
આ પણ વાંચો: રાનૂ મંડલે પોતાના અંદાજમાં ગાયુ Kacha Badam, વીડિયો જોઇ લોકો બોલ્યા – ‘મૂડ ખરાબ કરી નાખ્યો’