સૈનિકોની લાશ ગધેડા પર લાદીને લઈ જતા હોવાનો પાકિસ્તાનનો વીડિયો વાયરલ, જુઓ
ભારતે શરુ કરેલ ઓપરેશન સિંદૂરમા ભારતીય સૈન્યે, પાકિસ્તાનના સૈન્ય અને આતંકીઓના અડ્ડા જેવા અનેક ઠેકાણા ઉપર કરેલા હુમલામા કેટલાક પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યા હોવાની જાહેરાત ડીજીએમઓ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પહેલગામ બૈસરન આતંકી હુમલાનો બદલો લેવા ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્યે, પાકિસ્તાનમાં અનેક સ્થળે જાન માલની ખુવારી સર્જી છે. જેમાં ગઈકાલ રવિવારે ભારતના ડીજીએમઓ એ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં, જાહેર કર્યુ કે પાકિસ્તાનના 35-40 સૈનિકોનો ઓપરેશન સિંદૂરમાં ખાત્મો બોલાયો છે ત્યાર બાદ, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પર્વતીય વિસ્તારમાં પાકિસ્તાનના સૈનિકો, મૃત સૈનિકોની લાશ ગધેડા પર લાદીને ચાલતા જતા જોવા મળે છે. જુઓ વીડિયો
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ગત 22મી એપ્રિલના રોજ, જમ્મુ કાશ્મીરના પહેલગામ બૈસરનમાં હુમલો કર્યો. આ આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને શોધી શોધીને માર્યા. આ ઘટના બાદ, ભારત સરકારે આતંકવાદીઓ અને તેમને જમીન પુરી પાડનારને પણ બક્ષવામાં નહીં આવે તેવી ઉચ્ચારેલી પ્રતિજ્ઞા બાદ, ગભરાયેલ પાકિસ્તાને ભારત સામે યુદ્ધમાં ઉતરવાની તૈયારીઓ કરી નાખી. આતંકવાદીઓના કેમ્પ રાતોરાત ખાલી કરાવી દીધા. ભારતે શરુ કરેલ ઓપરેશન સિંદૂરમા ભારતીય સૈન્યે, પાકિસ્તાનના સૈન્ય અને આતંકીઓના અડ્ડા જેવા અનેક ઠેકાણા ઉપર કરેલા હુમલામા કેટલાક પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યા હોવાની જાહેરાત ડીજીએમઓ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ખરેખર ક્યાનો છે તે જાણ શકાયું નથી. પરંતુ જે રીતે સૈન્યોની લાશને ગધેડા પર લાદીને પર્વતીય વિસ્તારમાંથી લઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોતા એમ કહી શકાય કે પાકિસ્તાનનો હોવાની સંભાવના વધુ છે. આમ છતા ટીવી9 ગુજરાતી આ વીડિયોની કોઈ પૃષ્ટ કરતું નથી.
પાકિસ્તાનના સૈનિક, ગધેડા પર સૈન્ય જવાનોની લાશને લાદીને લઈ જતા હોવાનો જુઓ વીડિયો
આતંકનો પર્યાય બની ચૂકેલા આર્થિક રીતે કંગાળ એવા પાકિસ્તાન અંગે તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.