Viral Video: નવજાત શિશુનો પુષ્પા સ્વેગ જોઈને ફિદા થયા ઈન્ટરનેટ યુઝર્સ, કહ્યું- ‘યે ઝૂકેંગા નહીં’

વીડિયોમાં નવજાત શિશુ પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનના હાથની સિગ્નેચર સ્ટાઈલ સાથે બરાબર મેળ ખાતા કેમેરામાં કેદ થયો છે. નવજાતનો આ સ્વેગ જોઈને હવે સોશિયલ મીડિયાની જનતા તેની ફેન બની ગઈ છે.

Viral Video: નવજાત શિશુનો પુષ્પા સ્વેગ જોઈને ફિદા થયા ઈન્ટરનેટ યુઝર્સ, કહ્યું- 'યે ઝૂકેંગા નહીં'
newborn pushpa style
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 12:28 PM

છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર જો કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો તે છે અલ્લુ અર્જુન (Allu Arjun) સ્ટારર ફિલ્મ પુષ્પાના (Pushpa Movie) શાનદાર ડાયલોગ્સ અને તેના જબરદસ્ત ગીતોના હૂક સ્ટેપ્સ. દરેક જણ આ ફિલ્મના ડાયલોગ્સ અને ગીતોના હૂક સ્ટેપ્સ પર રીલ બનાવી રહ્યા છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક નવજાત શિશુનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને ‘પુષ્પા’નો ફેમસ ડાયલોગ ‘મૈં ઝુકેગા નહીં’ (Main jhukega nahi) યાદ આવશે.

વાસ્તવમાં જન્મ પછી આ બાળક અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ સાથે બરાબર મેળ ખાતું કંઈક કરતા કેમેરામાં કેદ થયું છે. નવજાતનો આ સ્વેગ જોઈને હવે સોશિયલ મીડિયાની જનતા તેના ફેન બની ગઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પુષ્પાનો લોકપ્રિય ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’

વાયરલ થયેલી થોડી સેકન્ડની આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે, નવજાત શિશુ કપડામાં લપેટાયેલું છે. બીજી જ ક્ષણે તે કંઈક એવું કરે છે જે તમને પુષ્પાની ફિલ્મની યાદ અપાવશે. વીડિયોમાં તમે નવજાતને અલ્લુ અર્જુનના સિગ્નેચર સ્ટેપ કરતા જોઈ શકો છો. ક્લિપના બેકગ્રાઉન્ડમાં તમે પુષ્પાનો લોકપ્રિય ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’ સાંભળી શકો છો.

જૂઓ આ ક્યૂટ વીડિયો…

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

નવજાત શિશુનો આ સુંદર નાનકડો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો તેને વિવિધ પ્લેટફોર્મ પર વધુને વધુ શેયર કરી રહ્યા છે. વીડિયો જોયા પછી લોકો તેના પર સતત તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, એવું લાગે છે કે માતાએ પુષ્પાને વધારે જોયા છે. અન્ય યુઝર કહે છે કે, આ ડાયલોગનું સૌથી ક્યૂટ વર્ઝન છે, જેની સામે હું ઝૂક્યો નથી. અન્ય એક યુઝરનું કહેવું છે કે, પુષ્પા ફિલ્મની બીજી સીરિઝ માટે તૈયારીઓ કરવી જોઈએ, કારણ કે હીરોએ જન્મ લીધો છે. આ સિવાય મોટાભાગના યુઝર્સ અલ્લુ અર્જુનને કોમેન્ટ સેક્શનમાં ટેગ કરીને તેને જોવા માટે આમંત્રિત કરી રહ્યાં છે. એકંદરે આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ આલિયા ભટ્ટ પણ હોલિવુડમાં મચાવશે ધમાલ, આ ફિલ્મમાં મળશે જોવા

આ પણ વાંચો: Bollywood Stars: 60-70 વર્ષની ઉંમરે ફિટનેસમાં યુવા સેલેબ્સને માત આપી રહ્યા છે આ એક્ટર્સ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">