Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: વાંદરાએ પક્ષીઓના ઈંડા ચોરવાની કરી કોશિશ, પછી શું થયું તે જૂઓ વીડિયોમાં

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાંદરાએ પક્ષીઓના બચ્ચાને ચોરવાનો પ્રયાસ કર્યો હતો. બે પક્ષીઓ પોતાની ચાંચ વડે વાંદરાને મારતા જોવા મળે છે. તેઓએ વાંદરાને માર મારીને જ તેની હાલત બગાડી દીધી છે.

Funny Video: વાંદરાએ પક્ષીઓના ઈંડા ચોરવાની કરી કોશિશ, પછી શું થયું તે જૂઓ વીડિયોમાં
monkey trying to steal the birds eggs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 2:11 PM

ચોરી (Theft) કરવી એ પાપ છે, તે તમે જાણતા જ હશો. કહેવાય છે કે શાસ્ત્રોમાં પણ તેને મહાપાપની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. જે કોઈ બીજાનો માલ કે પૈસા ચોરવાનો પ્રયત્ન કરે છે, તે મહાન પાપી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે ચોરાયેલી વસ્તુ ભલે સાંસારિક જીવનમાં લાભ આપી શકે, પરંતુ મૃત્યુ પછી તેનું પરિણામ નરકમાં ખૂબ જ ભયંકર હોય છે. જો કે, કેટલીકવાર ચોરીનું ફળ તરત જ મળી જાય છે.

આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે. જેમાં લોકોને તેમના કર્મોનું ફળ તરત જ મળી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક વાંદરાને ચોરીનું ફળ તરત જ મળી જાય છે. હકીકતમાં તેણે પક્ષીઓના ઈંડા પણ ચોર્યા હતા અને ઈંડામાંથી બચ્ચાઓ બહાર આવે છે. તેથી વાંદરાએ પક્ષીઓના બચ્ચાને ચોરવાનો પ્રયાસ કર્યો હતો.

સારા તેંડુલકરને મળી ગઈ નવી મિત્ર, જુઓ Photos
Vastu Tips : નસીબ બદલાઈ જશે, ઈશાન ખૂણામાં રાખો આ 3 વસ્તુઓ, જુઓ ચમત્કાર
Airtel યુઝરને આ પ્લાનમાં મળી રહ્યું JioHotstarનું સબસ્ક્રિપ્શન ! આખી IPL જોઈ શકશો
SRH ની માલકિન કાવ્યા મારનનો બોયફ્રેન્ડ કોણ છે?
સ્વપ્ન સંકેત: રાત્રે કયા સમયે જોયેલા સપના સાચા થાય છે?
વિરાટ-સચિનથી પણ વધારે પૈસાદાર છે KKRની માલિક, જુઓ ફોટો

જૂઓ આ વીડિયો….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે પક્ષીઓ પોતાની ચાંચ વડે વાંદરાને મારતા જોવા મળે છે. તેઓએ વાંદરાને માર મારીને જ તેની હાલત બગાડી દીધી હતી. ક્યારેક તે તેની ચાંચ વડે તેનું માથું મારતો હતો, તો ક્યારેક તેની પીઠ પર. એવું લાગતું હતું કે, તે એક જ વારમાં પોતાનો બધો ગુસ્સો કાઢી નાખશે. તે જ સમયે, વાંદરો ભાગવાને બદલે ત્યાં જ ઉભો હતો. જેથી તે પક્ષીઓના ઇંડા ચોરી શકે, પરંતુ જો પક્ષીઓ તેને તેના ઇંડાને સ્પર્શ કરવાની તક આપે છે, તો તે કંઈક કરે પણ તેની ચાંચ વડે વીજળીની ઝડપે સતત વાંદરાને મારી રહ્યા હતા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર animal_kingdom_0000 નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 6 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, વાંદરો તે પક્ષીઓના ઈંડા ચોરવાની કોશિશ કરી રહ્યો હતો. તેથી જ તેઓ તેને મારી રહ્યા છે, જ્યારે અન્ય એક યુઝરે પણ એવી જ રીતે લખ્યું છે કે, પક્ષીઓ વાંદરાને મારી રહ્યા છે અને કહે છે કે અમારા ઈંડા ન ખાઓ.

આ પણ  વાંચો: Funny Video: પક્ષીએ રસ્તા પર ટ્રક સાથે લગાવી રેસ, જોઈને લોકો પણ આશ્ચર્યચકિત

આ પણ  વાંચો: Funny Video: ડિલિવરી બોયને કામની વચ્ચે મસ્તી પડી ભારે, આ રમૂજી વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો

g clip-path="url(#clip0_868_265)">