Ahmedabad ના નારોલમાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ
નારોલ પોલીસને મળેલી હકીકત આધારે પોલીસે નારોલ વિસ્તારમાં આવેલી વિન્સમ હોટેલ નજીક ગોડાઉનમાં રેડ કરતા ટેન્કરમાંથી કેમિકલ જથ્થાની ચોરી કરી બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદના(Ahmedabad) નારોલમાં(Narol) પોલીસે કેમિકલ ચોરીનું (Chemical Theft)એક મોટું કૌભાંડ ઝડપી પાડયુ છે. જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે . જેમાં પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે આ જ્વલનશીલ કેમિકલ સૌંદર્ય પ્રસાધનના સાધનો બનાવવા અને દવાના ઉપયોગમાં લેવાતો હતો.પરંતુ કચ્છથી નીકળેલા ટેન્કરને ભરૂચના દહેજ લઇ જવાનું હતું. ત્યારે વચ્ચે આ ટેન્કરમાંથી નારોલમાં ચોરી કરાતી હતી. તેમજ આ કેમિકલ ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને છેલ્લા કેટલા સમયથી આ કેમિકલની ચોરી કરી બારોબાર વેચતા હતા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છેપોલીસે આ ત્રણે આરોપીઓને કેમિકલ ચોરીના કેસમાં પકડાયેલા છે. નારોલ પોલીસને મળેલી હકીકત આધારે પોલીસે નારોલ વિસ્તારમાં આવેલી વિન્સમ હોટેલ નજીક ગોડાઉનમાં રેડ કરતા ટેન્કરમાંથી કેમિકલ જથ્થાની ચોરી કરી બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.
જેને પગલે પોલીસે એક ટેન્કર સહિત બેરલ ભરેલા કેમિકલ પણ કબજે કર્યા છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કેમિકલ ચોરી કરાવનાર મિનેષ ખારા છે જે પોલીસ પકડમાં આવ્યો નથી. જ્યારે પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી હારુન ઢોળીતર ડ્રાઇવર તરીકે નોકરી કરતો જ્યારે આ બીજો આબિદહુસેન વારૈયા ક્લીનર તરીકે નોકરી હતો. અને વનરાજ જાદવ જે ગોડાઉનમાં કેમિકલની ચોરી કરવામાં આવતી ત્યાં ગોડાઉનની દેખરેખ રાખવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ ત્રણે આરોપીઓને પકડતાં સામે આવ્યું કે કચ્છના ગાંધીધામની ફેક્ટરીમાંથી આ કેમિકલ ભરેલો ટ્રક ભરૂચના દહેજ ખાતે આ કેમિકલ મોકલાતું હોય છે. પરંતુ તે પહેલાં જ કેમિકલનો જથ્થો ચોરી કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે નારોલમાં એક ગોડાઉનમાં કટિંગ કરવામાં આવતો હતો. બાદમાં ચોરી કરેલું આ જ્વલનશીલ પ્રવાહી ટોળકી બારોબાર એક બેરલ છ હજાર રૂપિયામાં વેચી દેતા હતા. હાલ તો પોલીસે ગોડાઉનમાંથી કેમિકલ ભરેલું ટ્રક અને છ જેટલા કેમિકલ ભરેલાં બેરલ સહિત ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલ નારોલ પોલીસે આ કેમિકલ ચોરી માં ટેન્કર માલિક સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેમિકલની ડિલિવરી આપનાર અને લેનાર બંને કંપનીઓને લેટર લખી તપાસ માટે સંલગ્ન વ્યક્તિઓને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે તપાસના અંતે જ ખ્યાલ આવશે કે છેલ્લા કેટલા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલનો જથ્થો બારોબાર વેચાતો હતો અને અત્યાર સુધીમાં કેટલો જથ્થો વેચાયો છે.
આ પણ વાંચો : Kutch : ઘાસચારાની અછતના પગલે પશુપાલકોની કફોડી હાલત, કથિત વિડીયો સામે આવ્યો
આ પણ વાંચો : BHARUCH : આ મુખ્ય 5 ખબર ભરૂચવાસીઓ માટે જાણવી જરૂરી