Viral Video: દુકાનદારે આઈસ્ક્રીમની ના પાડતા ઉશ્કેરાયો આ વ્યક્તિ, પછી જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

|

Dec 27, 2021 | 5:41 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગુસ્સે થઈને કંઈક એવુ કરે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral Video: દુકાનદારે આઈસ્ક્રીમની ના પાડતા ઉશ્કેરાયો આ વ્યક્તિ, પછી જે કર્યુ તે જોઈને તમે પણ  ચોંકી જશો !
Man broke freeze

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો ચર્ચામાં આવતો હોય છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ દિવસોમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, મુંબઈ (Mumbai) સહિત સમગ્ર દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. આ ભર શિયાળામાં (Winter) શું તમે આઈસ્ક્રીમ (Icecream) ખાવાનું વિચારી શકો છો? જી હા. આ શિયાળાની ઠંડીમાં પણ અમુક લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યું છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

CCTV કેમેરામાં કેદ થયા ચોંકાવનારા દ્રશ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેના બે બાળકો સાથે આઈસ્ક્રીમની દુકાન પર પહોંચે છે. આ વ્યક્તિએ દુકાનદાર પાસેથી આઈસ્ક્રીમ માગ્યો તો તેણે આપવાની મનાઈ કરી. જ્યારે દુકાનદારે આઈસ્ક્રીમ આપવાની ના પાડી તો વ્યક્તિએ ગુસ્સામાં દુકાનની બહાર રાખેલા તમામ ફ્રીઝર તોડી નાખ્યા. બાદમાં તે વ્યક્તિ તેના બે બાળકો સાથે ત્યાંથી નીકળી ગયો. આ સમગ્ર ઘટના દુકાનની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

જુઓ વીડિયો

 

વીડિયો વાયરલ થતાં યુઝર્સ ભડક્યા

તમને જણાવી દઈએ કે આ ઘટના મુંબઈમાં (Mumbai) બની હતી મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ રાતના 2.11 કલાકે આઈસ્ક્રીમ ખરીદવા દુકાને આવ્યો હતો. જોકે દુકાનદારે તે વ્યક્તિને આઈસ્ક્રીમ આપવાની ના પાડતા જ તે ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ગુસ્સામાં લાકડી વડે બહાર રાખેલ ફ્રીઝર તોડી નાખ્યું. યુઝર્સ આ શોકિંગ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

વીડિયો જોઈને એક યુઝરે લખ્યુ કે કાતિંલ ઠંડીના કારણે ભાઈ ગરમ લાગી રહ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે આ રીતે ગુસ્સામાં કોઈનું નુકશાન કરવુ જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : વરરાજાએ ભારે કરી ! ઘોડી પર ચડતા જ કંઈક એવુ થયુ કે દુલ્હેરાજા શરમથી થયા પાણી-પાણી, જુઓ VIDEO

 

આ પણ વાંચો : તાલિબાની માનસિકતા : મહિલાના ગળામાં પટ્ટો બાંધીને ફ્લાઇટમાં પહોંચ્યો આ વ્યક્તિ ! વીડિયો જોઈને ભડક્યા યુઝર્સ

Next Article