વરરાજાએ ભારે કરી ! ઘોડી પર ચડતા જ કંઈક એવુ થયુ કે દુલ્હેરાજા શરમથી થયા પાણી-પાણી, જુઓ VIDEO

વરરાજાએ ભારે કરી ! ઘોડી પર ચડતા જ કંઈક એવુ થયુ કે દુલ્હેરાજા શરમથી થયા પાણી-પાણી, જુઓ VIDEO
Groom pants torn in wedding

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘોડી ઉપર ચડતી વખતે વરરાજા સાથે કંઈક એવુ થાય છે કે જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 27, 2021 | 4:18 PM

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો (Wedding Video) દરરોજ વાયરલ થતા જોવા મળે છે. ક્યારેક લગ્નની અનોખી વિધી (Wedding Ritual) તો ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી (Bride-Groom Entry) લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા પૂરા ઠાઠ-માઠમાં જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ વરરાજા શરૂઆતમાં ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, પરંતુ બાદમાં ઘોડી પર ચડતા જ તેની સાથે કંઈ એવુ થયુ કે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

મહેમાનોની સામે વરરાજાની થઈ બેઈજ્જતી….!

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જાન નીકળી રહી છે, ત્યારે આસપાસના લોકો નાચવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વરરાજા ઉત્સાહથી ઘોડી પર ચઢી રહ્યા છે, પરંતુ જેવો ઘોડી પર ચઢવાનો પ્રયાસ કરે છે, તેનું પેન્ટ ફાટી જાય છે. આ પછી તે ગુસ્સે થઈ જાય છે અને જોરથી બૂમો પાડે છે અને તેના પરિવારના સભ્યોને રૂમમાંથી બીજુ પેન્ટ લાવવાનું કહેતા જોવા મળે છે. વરરાજાને બુમો પાડતા જોઈને મહેમાનો પણ હસતા જોવા મળી રહ્યા છે. આ રમુજી વીડિયોએ હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ વરરાજાને આપી આ સલાહ

યુઝર્સને આ રમુજી વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, લગ્નમાં આટલુ બધુ પણ ઉત્સાહિત ન થવુ જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વરરાજા મહેમાનોની સામે શરમથી પાણી-પાણી થઈ ગયા. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપી રહ્યા છે.

આ પણ વાંચો: તાલિબાની માનસિકતા : મહિલાના ગળામાં પટ્ટો બાંધીને ફ્લાઇટમાં પહોંચ્યો આ વ્યક્તિ ! વીડિયો જોઈને ભડક્યા યુઝર્સ

આ પણ વાંચો: Video : શોર્ટકટના ચક્કરમાં યુવક બાઈક સહિત ડૂબ્યો પાણીમાં ! દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati