તાલિબાની માનસિકતા : મહિલાના ગળામાં પટ્ટો બાંધીને ફ્લાઇટમાં પહોંચ્યો આ વ્યક્તિ ! વીડિયો જોઈને ભડક્યા યુઝર્સ

તાલિબાની માનસિકતા : મહિલાના ગળામાં પટ્ટો બાંધીને ફ્લાઇટમાં પહોંચ્યો આ વ્યક્તિ ! વીડિયો જોઈને ભડક્યા યુઝર્સ
Flight (File Photo)

આ દિવસોમાં એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે એક મહિલાને ફ્લાઈટમાં લઈને પહોંચે છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 27, 2021 | 3:23 PM

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. આ દિવસોમાં એક વ્યક્તિએ એવું અજીબ કૃત્ય કર્યું કે ચારેબાજુ તેની ચર્ચાઓ થવા લાગી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. આ વ્યક્તિ જે રીતે એક મહિલાને ફ્લાઈટમાં (Flight) લઈને પહોંચે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

આ વ્યક્તિની એન્ટ્રી થતા ફ્લાઈટમાં સન્નાટો !

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ફ્લાઈટમાં ઘણા લોકો બેઠા છે. આ દરમિયાન અચાનક એક વ્યક્તિની એન્ટ્રી થાય છે અને સૌ કોઈ દંગ રહી જાય છે. કારણ કે આ વ્યક્તિ એક મહિલાના ગળામાં પટ્ટો બાંધીને તેને ફ્લાઈટમાં લઈને પહોંચ્યો હતો. આ વ્યક્તિ તે મહિલા સાથે પાલતુ કુતરાની જેમ વર્તન કરી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયોને Reddit નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં યૂઝરે લખ્યું છે, ‘With a lease within the flight with your partner’. વીડિયો જોયા બાદ લાગે છે કે ફ્લાઈટમાં બેઠેલા કોઈ વ્યક્તિએ આ વીડિયો શૂટ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વ્યક્તિ પટ્ટો પકડીને આગળ ચાલી રહ્યો છે, આ મહિલા માસ્ક પહેરેલી પણ જોવા મળી રહી છે.

યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, કોઈ મહિલા સાથે આવુ વર્તન કોણ કરી શકે..? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિ વિરુધ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

ખાસ નોંધ : આ ઘટના સાચી છે કે નહી તેની Tv9 કોઈ પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો: Video : શોર્ટકટના ચક્કરમાં યુવક બાઈક સહિત ડૂબ્યો પાણીમાં ! દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ પણ વાંચો: Viral Video : આ યુવક રસ્તા વચ્ચે કરવા લાગ્યો પુશઅપ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati