AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CREATIVITY: ભંગારમાંથી બનાવ્યું બાળકોએ મ્યુઝિક બેન્ડ, વિડીયો જોઈ લોકોએ કહ્યું – ‘બેન્ડમાસ્ટરે હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપ્યું’

ભારત કોઈ પણ બાબતમાં બીજા નંબરે આવી શકે છે પરંતુ જ્યારે જુગાડની વાત આવે, ત્યારે કોઈ પણ ભારતના લોકો સાથે સ્પર્ધા કરી શકતું નથી. ઘણી વાર આપણને સોશિયલ મીડિયા પર આવા વિડીયો જોવા મળે છે જે આનો ખૂબ જ સચોટ પુરાવો આપે છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

CREATIVITY: ભંગારમાંથી બનાવ્યું બાળકોએ મ્યુઝિક બેન્ડ, વિડીયો જોઈ લોકોએ કહ્યું - 'બેન્ડમાસ્ટરે હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપ્યું'
CREATIVITY: Children made music band from scrap, people watching video said - 'Bandmaster gave a heart touching performance'
Smit Sojitra
| Edited By: | Updated on: Aug 16, 2021 | 10:05 PM
Share

CREATIVITY:  ભારત કોઈ પણ બાબતમાં બીજા નંબરે આવી શકે છે પરંતુ જ્યારે જુગાડની વાત આવે છે ત્યારે કોઈ પણ ભારતના લોકો સાથે સ્પર્ધા કરી શકતું નથી. ઘણી વાર આપણને સોશિયલ મીડિયા(social media) પર આવા વિડીયો જોવા મળે છે જે આનો ખૂબ જ સચોટ પુરાવો આપે છે. સોશિયલ મીડિયા(social media) પર એક વિડીયો ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને તમે તમારી જાતને વિચારમાં મુકી દેશો.

ઘણીવાર આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જે જુગાડ સાથે ભંગાર( scrap)ને પણ કામની વસ્તુ બનાવે છે. તાજેતરના સમયમાં, એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં બાળકોના એક જૂથે સ્ક્રેપ( scrap) વસ્તુઓમાંથી મ્યુઝિક બેન્ડ(music band) બનાવ્યું. આ જોઈને સોશિયલ મીડિયાના લોકો વિચારમાં પડી ગયા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકોએ એક વર્તુળ બનાવ્યું છે અને તેમાંથી એક બાળક લોકોની વચ્ચે ઉભો છે. તે બધા બાળકોએ જુગાડથી બનેલા સંગીતનાં સાધનો લટકાવી રાખ્યા છે અને તેઓ ‘આઓ બચ્ચો તુમ્હે દિખાએ’ના સૂર વગાડતા જોવા મળે છે. આ બધાની વચ્ચે એક બાળક બઘાનું નેતૃત્વ કરતું જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર બાળકોનું સમર્પણ અને મહેનત લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે તેના પર રમૂજી કોમેન્ટ કરી. એક યુઝરે કહ્યું કે આ બાળક એક દિવસ કમાન્ડનું નેતૃત્વ કરશે, જ્યારે બીજા યુઝરે કહ્યું કે બેન્ડ અને બેન્ડમાસ્ટર બંને શાનદાર છે. અન્ય એક યુઝરે કહ્યું કે આ સાચો ટેલેન્ટ છે.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ વિડીયો ટ્વિટર પર Aviator Anil Chopra નામના યુઝરે શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધીમાં આઠ હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. બાય ધ વે, તમને આ બાળકોનું જુગાડ બેન્ડ કેવું લાગ્યુ? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">