Viral Video: વૃદ્ધને રસી અપાવવા જવાને કર્યુ અદ્ભુત કામ, વીડિયો જોઇ આપ પણ કહેશો સલામ છે જવાનને

Jammu-Kashmir: આપણા દેશના જવાનોની બહાદુરીની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. ત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર જવાનનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તમારા દિલને સ્પર્શ કરી જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 7:30 PM

Viral Video: કોરોના (Corona) વાયરસના સંક્રમણને રોકવા માટે રસીકરણ(Vaccination) અભિયાન ખૂબ જોરશોરથી ચાલી રહ્યુ છે. આ દરમિયાન દિલને સ્પર્શે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર શેર થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.

 

આમ તો સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અવાર નવાર શેર થતા હોય છે, જેમાંથી કેટલાક રમૂજી હોય છે તો કેટલાક પ્રેરણા આપનારા હોય છે. ત્યારે જમ્મુ-કશ્મીરનો (Jammu-Kashmir) સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યો છે. આ વીડિયો જોઇ આપ કહેશો સલામ છે આ જવાનને.

વૃદ્ધને રસી અપાવવા જવાને બેસાડ્યા ખભા પર 

આપને જણાવી દઇએ કે દેશના જવાનો કોઇપણ પરિસ્થિતી હોય દેશની અને દેશના લોકોની રક્ષા કરવા માટે તત્પર હોય છે. તેમની બહાદુરીના અનેક કિસ્સા છે. ત્યારે આ વીડિયોમાં પણ કંઇક આવુ જ છે.

વીડિયોમાં એક જવાન એક વૃદ્ધને પોતાના ખભા પર બેસાડી પહાડો વચ્ચેથી નીકળી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યુ છે કે મોહન સિંહ નામના આ જવાન 72 વર્ષના અબ્દુલ ગનીને પોતોના ખભા પર બેસાડી કોરોના રસી અપાવવા માટે જઇ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વીડિયો 

આપને જણાવી દઇએ કે કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે અને તેમણે વીડિયો શેર કરતા લખ્યુ છે કે અમને SPO મોહન સિંહ પર ગર્વ છે. Reasi જિલ્લામાં કોરોના વેક્સિન માટે તેઓ વૃદ્ધની મદદ કરી રહ્યા છે.

 

સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે સાથે જ જવાનની પ્રશંસા પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે જવાનને બિગ સેલ્યૂટ એક અન્ય યૂઝરે લખ્યુ કે બીજાની મદદ કરવી એક મહાન કામ છે અમને જવાન પર ગર્વ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">