મધ્યપ્રદેશના નવા સીએમ તલવાર બાજીમાં પણ છે માહેર, જુઓ તલવારબાજ સીએમનો અસલી Video

મધ્યપ્રદેશના નવા સીએમ તલવાર બાજીમાં પણ છે માહેર, જુઓ તલવારબાજ સીએમનો અસલી Video

Mina Pandya
| Edited By: | Updated on: Dec 12, 2023 | 7:38 PM

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામ પર મોહર લાગી ચુકી છે. મોહન યાદવ માત્ર ધારાસભ્ય નથી પરંતુ તલવારબાજી પણ સારી કરી લે છે. સીએમના નામની જાહેરાત થતા જ મોહન યાદવનો તલવારબાજી કરતો વીડિયો સામે આવ્યો છે. 17 સેકન્ડના આ વીડિયોમાં મોહન યાદવ બંને હાથમાં તલવારો લઈ તલવારબાજી કરતા જોઈ શકાય છે.

મધ્યપ્રદેશને આ વખતે તલવારબાઝ CM મળ્યા છે જે બંને હાથોથી તલવારબાજી કરી જાણે છે. ન વિશ્વાસ આવતો હોય તો અહીં વીડિયોમાં જ જોઈલો. ભાગ્યે જ કોઈ સીએમને તમે તલવારબાજી કરતા જોયા હશે પરંતુ મધ્યપ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી તરીકે જેમના નામની જાહેરાત થઈ છે તે મોહન યાદવ તો ખરેખર તલવારબાઝ નીકળ્યા છે. ડૉ મોહન યાદવ માત્ર શિક્ષણ મંત્રી જ ન હતા. તેઓ એક સારા તલવારબાજ છે અને બંને હાથમાં તલવાર લઈને તલવારબાજી કરી જાણે છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહેલા મોહન યાદવની પસંદગી, ઉજ્જૈન દક્ષિણથી છે ધારાસભ્ય

જુઓ અહીં આપવામાં આવેલા વીડિયોમાં ડૉ મોહન યાદવ તલવારબાજી કરતા જોવા મળી રહ્યા છે. તલવારો સાથેના તેમના આ કરતબ જોઈને તો એવુ જ લાગે કે તેઓ તલવારબાજીમાં માહેર છે અને રમકડાની જેમ તલવારોને ઘુમાવી જાણે છે. નવા સીએમ મોહન યા઼દવનો તલવારબાજી કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 11, 2023 07:27 PM
g clip-path="url(#clip0_868_265)">