ત્રીજી વખત PM બનતા પહેલા નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના લીધા આશીર્વાદ, જુઓ વીડિયો

|

Jun 07, 2024 | 4:54 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે વરણી થયા બાદ, સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા અને તેમને મળીને આર્શીવાદ મેળવ્યા હતા. આ પછી પીએમ મોદીએ ભાજપના અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના ઘરે જઈને તેમના પણ આશીર્વાદ લીધા હતા.

NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરીને તેમના આર્શીવાદ મેળવ્યાં હતા. નરેન્દ્ર મોદી આગામી રવિવારે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, પરંતુ જેડીયુ-ટીડીપી સહીતના અન્ય સહયોગી પક્ષોની મદદથી એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનડીએના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે અને ત્યાર બાદ મુરલી મનોહર જોશીના ઘરે જઈને આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ એનડીએનું પ્રતિનિધિમંડળ પ્રમુખ દ્રૌપદી મુર્મુને મળ્યુ હતું અને ત્રીજી વખત નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. NDA નેતાઓએ રાષ્ટ્રપતિને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ 9 જૂને સાંજે 6 વાગ્યે યોજાશે.

Published On - 4:06 pm, Fri, 7 June 24

Next Video