Kutch : ફરી એક વાર ચર્ચામાં આવી Geeta Rabari, ફાર્મ હાઉસમાં ડાયરાની રમઝટ બોલાવવી પડી મોંઘી

Kutch : લોકગાયક ગીતા રબારી (Geeta Rabari) છેલ્લા ઘણા દિવસથી વિવાદમાં ધેરાયલી રહી છે. પહેલા પોતોના ઘરે કોરોનાની વેક્સીન લીધી હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઈને વિવાદ સર્જાયો હતો. જ્યારે આ વખતે, ગીતા રબારીએ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરીને લોકોને એકઠા કરીને ડાયરો યોજ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 12:03 PM

Kutch : કચ્છની કોયલ તરીકે જાણીતી લોકગાયિકા ગીતા રબારી(Geeta Rabari)  ફરી એકવાર વિવાદમાં  આવી છે. ગીતા રબારીએ ભુજ તાલુકાના રેલડીમાં આવેલા ફાર્મહાઉસમાં મધરાત્રે ડાયરાની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં 250થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ બાબતે ડાયરાના સંચાલક અને ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ ( Police complaint against Geeta Rabari ) દાખલ કરવામાં આવી છે.

ભુજના પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રેલડી સ્થિત ફાર્મ હાઉસમાં ડાયરો આયોજિત કરવા બદલ સંજય પ્રતાપભાઇ ઠક્કર અને લોકગાયિકા ગીતાબેન રબારી ઉપર કોરોના મહામારીમાં લોકોના જીવ જોખમમાં મુકાય એવું કામ કરવા બદલ ગુનો નોંધાયો છે. કોરોનાને લઈને જાહેર કરાયેલી ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરીને લોકોને એકઠા કરવા બદલ પોલીસે વિધીસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

નોંધનીય છે કે, ગત 21 જૂને ફરી હાઉસ પર સંજય ઠક્કરે ડાયરો યોજવાની વાત લોકગાયિકા ગીતા રબારીને કરી હતી. આ બાબતે ગીતા રબારીએ સહમતી પણ દર્શાવી હતી. આ બદલ ક્લેકટના જાહેરનામાનો ભાગ સહીતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, આ પહેલા પણ ગીતા રબારી ચર્ચામાં આવી હતી. ઘરે વેક્સીન લીધી હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બનાવ બાદ સરકાર તરફથી ઠપકો પણ મળ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">