KHEDA: કોંગ્રેસનાં મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ સહિત 50થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં

તાજેતરમાં જ ખેડાના (KHEDA) મહામંત્રી સહીત 50થી વધુ કાર્યકરોએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે, અને ભાજપનો હાથ થામ્યો છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 03, 2021 | 5:11 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જંગ જામી રહી છે. દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી  ટાણે જ રાજકીય પક્ષોમાં આવન જાવનએ પણ જોર પકડ્યું છે. તાજેતરમાં જ ખેડાના મહામંત્રી સહીત 50થી વધુ કાર્યકરોએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે, અને ભાજપનો હાથ થામ્યો છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલાની કામગીરીથી નારાજ થઈને કોંગ્રેસના મહામંત્રી સહિત તેમના ટેકેદારો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ સહિત 50થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને ભાજપમાં શામેલ થયા હતા. નડિયાદ કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરાવી તમામને ભાજપમાં જોડવામાં આવ્યા. નડીયાદ કમલમ ખાતે જિલ્લા પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસથી ભાજપમાં આવેલા સૌ સદસ્યોને કેસરીયો ધારણ કરાવાયો હતો. જીલ્લા ભાજપ પ્રમુખે તમામને આવકાર્યા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">