Kam Ni Vaat: PF ખાતાધારકો જરૂરિયાતના સમયે આ સરળ રીતથી ઉપાડી શકે છે પૈસા, જાણો શું છે પ્રક્રિયા

EPFOએ તેના PF ખાતાધારકો માટે મોટી સુવિધા શરુ કરી છે. જો તમને પૈસાની જરૂર હોય તો તમારું પીએફ એકાઉન્ટ જરૂરિયાતના સમયે તમને તાત્કાલિક રાહત આપી શકે છે.

Dipali Barot
| Edited By: | Updated on: May 24, 2022 | 10:43 PM

અગાઉ, પીએફમાંથી પૈસા ઉપાડવા એક મુશ્કેલ અને લાંબી પ્રક્રિયા હતી. પરંતુ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ તેના ખાતાધારકો માટે એક નવી શરૂઆત કરી છે. જો તમારી પાસે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા નથી અને તમે PF ખાતાધારક (PF account holder) છો તો તમે તમારા PF એકાઉન્ટમાંથી તરત જ એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ પૈસા માત્ર મેડિકલ એડવાન્સ ક્લેમ (Medical Advance Claim) હેઠળ જ મળશે. EPFO દ્વારા જાહેર કરાયેલા મેમોરેન્ડમ અનુસાર PF ખાતાધારકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કોઈ જીવલેણ રોગ (Fatal disease)ના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ (Hospitalized) કરવા માટે 1 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર હોય તો PF ખાતાધારક આ સુવિધાનો ફાયદો લઈ શકે છે.

મેડિકલ એડવાન્સ ક્લેમ હેઠળ પૈસા મેળવવાની અરજી કરવા માટે કર્મચારીએ કેટલીક મહત્વપૂર્ણ શરતોનું પાલન કરવું પડશે. જેમ કે

PF ખાતાધારક માટે કેટલીક શરતો

1. અરજદારના દર્દીને સરકારી/સાર્વજનિક ક્ષેત્રના એકમ/CGHS પેનલ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

2. જો તમને ઈમરજન્સીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તો આ અંગે તપાસ કરવામાં આવશે.

3.આ પ્રક્રિયા પછી જ તમે મેડિકલ ક્લેમ (Medical claim) માટે અરજી કરી શકો છો.

4.EPFOની આ સુવિધા હેઠળ તમે માત્ર એક લાખ રૂપિયા સુધી એડવાન્સમાં રૂપિયા ઉપાડી શકો છો.

5. હોસ્પિટલનું ફાઈનલ બિલ એડવાન્સ રકમ સાથે એડજસ્ટ કરવામાં આવે છે.

6. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 45 દિવસમાં મેડિકલ સ્લિપ જમા કરાવવાની રહેશે.

7. જો તમે કામકાજના દિવસે અરજી કરો છો તો બીજા જ દિવસે તમારા પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

8. આ પૈસા કર્મચારીના ખાતામાં અથવા સીધા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી શકાય છે.

પૈસા ઉપાડવા માટે અરજી કરવાની રીત

1. EPFOની વેબસાઈટ www.epfindia.gov.in પર ઓનલાઈન એડવાન્સ ક્લેમ (Online Advance Claim) કરી શકાય છે.

2. અહીં તમારે ઓનલાઈન સેવાઓ પર ક્લિક કરવાનું રહેશે.

3. હવે તમારે ક્લેમ (ફોર્મ-31, 19, 10C અને 10D) ભરવા પડશે.

4. ત્યારપછી, તમારે તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંકો દાખલ કરીને વેરિફિકેશન કરવું પડશે.

5. હવે તમારે Proceed for Online Claim પર ક્લિક કરવાનું રહેશે.

6. ડ્રોપ ડાઉનમાંથી પીએફ એડવાન્સ (ફોર્મ 31) પસંદ કરવાનું રહેશે.

7. આ પછી તમારે પૈસા ઉપાડવાનું કારણ પણ આપવું પડશે.

8. હવે તમારે કેટલી રકમ ઉપાડવી છે તેની માહિતી આપવી પડશે અને ચેકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.

9. આ પછી તમારે તમારું પૂરું સરનામું ભરવાનું રહેશે.

10. Get Aadhaar OTP પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો.

11. હવે તમારો ક્લેમ દાખલ થઈ જશે.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">