AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના ગ્રિષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ : સતારામાં યુવતીના ગળે ચાકૂ મુક્યું ! જુઓ Video

સુરતના ગ્રિષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ : સતારામાં યુવતીના ગળે ચાકૂ મુક્યું ! જુઓ Video

| Updated on: Jul 22, 2025 | 7:13 PM
Share

મહારાષ્ટ્રના સાતારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સતારાના કરંજે વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિનીના ગળે ચાકૂ મૂકીને તેને ડરાવવાનો એક યુવક પ્રયાસ કરી રહ્યો હતો. જો એક યુવકે હિંમત ન બતાવી હોત તો સુરતના ગ્રિષ્માકાંડ જેવી ઘટના બની ગઇ હોત. 

મહારાષ્ટ્રના સાતારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાતારાના કરંજે વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિનીના ગળે ચાકુ મૂકીને તેને ડરાવવાનો એક યુવક પ્રયાસ કરી રહ્યો હતો. જો એક યુવકે હિંમત ન બતાવી હોત તો સુરતના ગ્રિષ્માકાંડ જેવી ઘટના બની ગઇ હોત.

મહારાષ્ટ્રના સાતારાના કરંજે વિસ્તારમાં શનિવારની બપોરે એક યુવકે સ્કૂલથી ઘરે જઈ રહેલી સગીર યુવતીને રોકી હતી અને અચાનક તેનું ગળું પકડી તેના પર ચાકૂ રાખી તેને ધમકાવવા લાગ્યો. આ દ્રશ્ય જોઇને આસપાસના લોકો એકઠા થઈ ગયા. જો કે એક યુવકે હિંમત એકઠી કરી પાછળથી સગીર યુવકની પાછળ ગયો અને તેના હાથને પકડી લીધો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ત્યારબાદ લોકોએ આરોપી યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

ત્યારબાદ, સાતારાની શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને તાત્કાલિક પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. અત્યારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ આ ઘટના પાછળનું કારણ અને યુવકના માનસિક સ્થિતિ અંગે પણ તપાસ કરી રહી છે. ઉપરાંત, છોકરી સાથે કોઈપણ ઓળખ અથવા પૂર્વ સંવાદ હતો કે નહીં, તેની પણ તપાસ ચાલી રહી છે. પણ અહીં સવાલ એ છે કે જાહેરમાં આટલી હિંસક કૃત્ય કરવાની હિમ્મત કેમ થાય છે? જો યુવકે હિંમત એકઠી ન કરી હોત તો સગીર યુવતીએ જીવ ગુમાવવાની નોબત આવી હોત.

મુંબઈ- મહારાષ્ટ્રને લગતા તમામ સમાચારો જાણવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">