MONEY9: બોજારૂપ વીમા પૉલિસીથી કેવી રીતે મેળવશો મુક્તિ ?

ઘણીવાર લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી લઇ લે છે જે તેમના માટે કોઇપણ રીતે ઉપયોગી સાબિત થતી નથી. આવી પૉલિસીથી કેવી રીતે મેળવશો છુટકારો.

Money9 Gujarati

| Edited By: Bipin Prajapati

Jun 22, 2022 | 4:12 PM

MONEY9: ઘણીવાર લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી (INSURANCE) લઇ લે છે જે તેમના માટે કોઇપણ રીતે ઉપયોગી સાબિત થતી નથી. આવી પૉલિસી (POLICY)થી કેવી રીતે મેળવશો છુટકારો તે એક ઉદાહરણ સાથે સમજીએ

બાલ્કનીમાં બેઠા બેઠા ચા પી રહ્યા હતા દિનેશ રાવત. ત્યારે તેમના જુના મિત્રનો પુત્ર રાહુલ ત્યાં આવ્યો. રાહુલ હાલમાં જ એક ખાનગી વીમા કંપનીનો એજન્ટ બન્યો છે. રાહુલે ચા પીતા-પીતા દિનેશ અંકલને મોટા મોટા સપના બતાવ્યાં અને તેમને એક વીમા પૉલિસી વેચી નાંખી. બાદમાં દિનેશને ખબર પડી કે આ પૉલિસી તો તેમના કોઇ કામની નથી.

આ કહાની ફક્ત દિનેશની જ નથી. આખા દેશમાં વીમા પૉલિસીનું મોટી સંખ્યામાં મિસસેલિંગ થઇ રહ્યું છે. મિસસેલિંગ એટલે તમને ખોટી જાણકારી આપીને કોઇ વસ્તુ વેચી નાંખવામાં આવે. બતાવાય કંઇક અને વેચાય બીજુ જ કંઇક. વીમા ઉદ્યોગમાં મોટા સંખ્યામાં ખાનગી કંપનીઓની એન્ટ્રી બાદ બજારમાં સખત સ્પર્ધા થઇ રહી છે. વીમા પ્રોડક્ટ વેચવા માટે એજન્ટો પર ભારે દબાણ થાય છે. ટાર્ગેટ પૂરા કરવાના ચક્કરમાં કેટલાક વીમા એજન્ટ પ્રોડક્ટની યોગ્ય જાણકારી આપ્યા વગર પૉલિસી વેચી નાંખે છે. ઘણીવાર એજન્ટ એવી પૉલિસી વેચી નાંખે છે જે ગ્રાહક માટે કોઇપણ રીતે ઉપયોગી નથી હોતી.

આ પ્રકારના કેસોમાં વ્યક્તિને જ્યાં સુધી પૉલિસીના ફિચર અંગે ખબર પડે છે ત્યાં સુધી ઘણું મોડુ થઇ ચૂક્યું હોય છે. પરસ્પરના સંબંધોને કારણે લોકો વીમા એજન્ટને કશુ કહી નથી શકતા. ત્યારે પોલિસીધારક સમક્ષ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે છેવટે આ પૉલિસીનું શું કરવું? જો પૉલિસીને ચાલુ રાખવામાં આવે તો ઊંચા ખર્ચના કારણે નકારાત્મક રિટર્ન મળે અને જો વીમા કવરની દ્રષ્ટીથી જોવામાં આવે તો તે પણ કંઇ ખાસ નથી હોતું.

આવી સ્થિતિમાં ગ્રાહકની દુવિધા વધી જાય છે. આવા ઉત્પાદમાં વધારે પૈસા નાંખવામાં કોઇ સમજદારી નથી. સૌથી સારો વિકલ્પ એ છે કે આવી પૉલિસીથી જલદી છુટકારો મેળવી લેવો જોઇએ. બધા પ્રકારની વીમા પૉલિસીમાં એક વિકલ્પ હોય છે..જો તમે પૉલિસીની શરતોથી ખુશ નથી તો વીમા કંપનીને પૉલિસી પાછી આપી દેવી જોઇએ.  

આ શરત પરંપરાગત અને યૂલિપ એટલે કે બધા પ્રકારની પૉલિસીઓ પર લાગુ પડે છે. પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. આ સમયગાળામાં પૉલિસી પાછી આપી દેવાથી પ્રીમિયમમાં કોઇ ઘટાડો નથી થતો. બોજારૂપ પૉલિસીથી મુક્તિ મેળવવા માટે આ સૌથી સારો વિકલ્પ છે.

વીમા કંપનીઓ પૉલિસીની સમિક્ષા કરવા માટે સમય આપે છે. જો તમને કોઇ પૉલિસી ખોટીરીતે વેચી દેવામાં આવી છે. અથવા તે તમારા કામની નથી તો તેને પાછી સોંપી શકો છો. આ પ્રક્રિયા તમારે 15 દિવસની અંદર પૂરી કરી દેવી પડશે. આ અવધિમાં તમે પૉલિસીથી બહાર નીકળો છો તો તમને કોઇ પેનલ્ટી નહીં લાગે. આને પૉલિસીનો ફ્રી લુક પીરિયડ કહેવામાં આવે છે. કેટલીક કંપનીઓ એક મહિનાનો ફ્રી લુક પીરિયડ આપે છે.

પૉલિસીના દસ્તાવેજોને લઇને વીમા કંપનીની શાખામાં જાઓ અને સંબંધિત અધિકારીનો સંપર્ક કરો. તેમાં તમને કોઇ મુશ્કેલી નહીં પડે. કંપનીના અધિકારીઓ કાયદેસર તમારા પર કોઇ દબાણ નહીં કરી શકે. કાગળની કાર્યવાહી પૂરી થયા પછી વીમા કંપની તમારુ પ્રીમિયમ પાછુ આપી દેશે.

વીમધારક પાસે કયા વિકલ્પો બચે છે જ્યારે તે કોઇ એવી પૉલિસીમાં ફસાઇ ગયો છે જેની તેને જરૂર નથી હોતી

ફ્રી લુક પીરિયડ મિસ થઇ ગયો છે તો બોજારૂપ બની ગયેલી પૉલિસીમાંથી બહાર નીકળવા માટે લેપ્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. એટલા માટે તમારે વીમા કંપનીની પાસે કોઇ દસ્તાવેજ જમા કરાવવા નહીં પડે. બસ, નેકસ્ટ પૉલિસીની ચુકવણી રોકી દો. જો કે, પૉલિસી લેપ્સ કરવાના બદલામાં તમને કંઇ નહીં મળે. કંપની તમારા પહેલા પ્રીમિયમને જપ્ત કરી લેશે. સાથે જ લાઇફ કવર પણ સમાપ્ત થઇ જશે.

જો તમે પૉલિસી ખરીદ્યાને ત્રણ વર્ષ કે તેથી વધુનો સમય થયો હોય તો તેને સરેન્ડર કરી શકો છો. જેવા તમે કોઇ પૉલિસીને સરેન્ડર કરો છો તો તરત પ્રભાવથી જીવન વીમા કવર સમાપ્ત થઇ જશે. આ વિકલ્પ હેઠળ વીમાધારકને સરેન્ડર વેલ્યૂ તરીકે થોડાક રૂપિયા મળે છે.

નિષ્ણાતનો મત

પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ ડો. રાહુલ શર્મા કહે છે કે પૉલિસી લેપ્સ થવા પર વીમા કંપની અને એજન્ટ તમારા પર પૉલિસી ચાલુ રાખવા માટે દબાણ બનાવી શકે છે. જો તમે સંકલ્પ લઇ ચૂક્યા છો કે આ પૉલિસી તમારા માટે ફાયદાકારક નથી તો પછી તમે કોઇપણ પ્રકારના દબાણમાં ન આવતા. પોતાના નિર્ણય પર અડગ રહો. જો દબાણમાં આવ્યા તો લાંબાગાળામાં મોટું નુકસાન થઇ શકે છે. જો કોઇ વીમા પૉલિસીથી સંતુષ્ટ નથી તો તેને લાંબા સમય સુધી રાખવામાં કોઇ ફાયદો નથી. તેનાથી જલદી છુટકારો મેળવી લેવામાં જ સમજદારી છે.

મની9ની સલાહ

  1. જો તમે પણ દિનેશની જેમ કોઇ બોજારૂપ પૉલિસી ખરીદી લીધી છે તો આ બોજને લાંબાસમય સુધી તેને સહન કરવામાં કોઇ સમજદારી નથી.
  2. આવી પૉલિસીથી છુટકારો મેળવવાના ઘણાં વિકલ્પ છે.
  3. જો કે, આ નિર્ણયથી તમને થોડુક નુકસાન જઇ શકે છે. પરંતુ મોટા નુકસાનથી બચવા માટે આ પ્રકારની બોજારૂપ પૉલિસીથી મુક્તિ મેળવવી જ સારી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati